દેવેન્દ્ર મારી વાત સાંભળતો જ નથી: મુખ્યપ્રધાનનાં માતા

મુંબઇ: ગુરુવારે હેલિકોપ્ટર ક્રેશમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ તેમનાં માતા સ‌િરતા ફડણવીસ ખૂબ જ ચિંતિત હતાં. તેમણે જણાવ્યું હતું કે દેવેન્દ્રના હેલિકોપ્ટરને નડેલો આ બીજો અકસ્માત છે. મેં તેેને અનેક વાર ધ્યાન રાખવા કહ્યું છે. મેં તેને નવા હેલિકોપ્ટર અને વિમાનમાં પ્રવાસ કરવા પણ કહ્યું છે. હવે આટલા મોટા પુત્ર પર ગુસ્સો કેવી રીતે કરી શકાય?

મુખ્યપ્રધાનનાં માતાએ કહ્યું કે દેવેન્દ્રનો પ્રવાસ રોજનો છે. આવી સ્થિતિમાં તેની ઓફિસના અધિકારીઓએ તેની કાળજી લેવી જોઇએ. હવે પાઇલટ કોણ છે? હેલિકોપ્ટર, વિમાન નવાં છે કે નહીં? યોગ્ય સ્થિતિમાં છે કે નહીં? તેની હું જ તપાસ કરીશ. મુખ્યપ્રધાનના હેલિકોપ્ટર ક્રેશ બાદ સમાચારમાં ન્યૂઝ આવે તે પહેલાં જ મુખ્યપ્રધાને માતાને ફોન કરીને સુખરૂપ હોવાના સમાચાર આપ્યા હતા. સ‌િરતા ફડણવીસના જણાવ્યા મુજબ પુત્રનો ફોન આવતાં જ તેમને અકસ્માતની જાણ થઇ હતી, જોકે આ અકસ્માતમાં કોઇ જાનહા‌િન થઇ ન હોવાના સમાચાર પુત્રના મોંએથી સાંભળીને તેઓ નિશ્ચિંત થઇ ગયાં હતાં.
http://sambhaavnews.com/

You might also like