કેટલાય માં બાપને રોતા કરનાર જયેશ પુત્રને જોઇને રડી પડ્યો

વડોદરા : દુષ્કર્મ કાંડનાં આરોપી જયેશ પટેલને મળતા માટે તેનો પુત્ર દેવાશું પટેલ તેને મળવા માટે સેન્ટ્ર જેલમાં ગયો હતો. પુત્રને જોતા જ જયેશ પટેલ રીતસર રડી પડ્યો હતો. પિતાની આંખમાં આંસુ જોઇ પુત્ર દેવાંશું પણ આંસુ રોકી શક્યો ન હતો. પિતાને મળીને બહાર આવેલા દેવાંશું પટેલે જણાવ્યું હતું કે, ગમે તેમ તોય તે મારા પિતા છે. માટે મારે મળવા માટે આવવું જોઇએ. જયેશ પટેલે પારૂલ યુનિવર્સિટીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી હવે દેવાંશુ પટેલ પારૂલ યુનિવર્સિટીનો પ્રમુખ છે.

ગત્ત 30 જૂનથી સાંજથી દુષ્કર્મ કાંડનો આરોપી જયેશ પટેલ સેન્ટ્ર જેલમાં છે. જ્યારથી જયેશની ધરપકડ થઇ છે ત્યારથી દેવાંશુ અન જયેશ પટેલની મુલાકાત થઇ શકી નહોતી. દેવાંશુ શનિવારે પ્રથમ વખત આરોપી પિતાને સેન્ટ્રલ જેલમાં મળવા માટે ગયો હતો. દેવાંશુ પટેલ સવારે 9 કલાકે સેન્ટ્ર જેલમાં પિતાની મુલાકાત લેવા માટે પહોંચી ગયો હતો. પિતાની મુલાકાત માટે જેલનાં નિયમો પ્રમાણે અરજી ફોર્મ ભર્યું હતું અને મુલાકાત લીધી હતી.

પિતાને મળવાનું અરજી ફોર્મ ભર્યા બાદ જેલમાં અન્ય આરોપીઓને મળવા માટે આવેલા તેઓનાં સંબંધીઓની જેમ અડધો કલાક દેવાંશુ પટેલ પણ લાઇનમાં ઉભો રહ્યો હતો. નંબર આવ્યા બાદ દેવાંશુ પટેલ તેનાં પિતા જયેશ પટેલને મળવા માટે ગયો હતો. તેણે નિયમ અનુસાર પોતાનાં પિતા સાથે 20 મિનિટની મુલાકાત કરી હતી. પિતાને મળીને આવેલા દેવાંશુનું મોઢુ પડી ગયેલું હતું. કોઇની દિકરી પર દુષ્કર્મ આચરનાર જયેશ પટેલ પોતાનાં પુત્રને જોઇને રડી પડ્યો હતો.

You might also like