મુખ્યમંત્રીનાં બહેનનું નિધન : અંગદાન કરીને બેસાડ્યું ઉદાહરણ

અમદાવાદ : મુખ્યમંત્રી આનંદબેન પટેલનાં બહેન મંજુલાબેનનું નિધન થઇ ગયું છે. સવારે 10 વાગ્યે સિદ્ધપુર ખાતે મંજુલા બેનનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે મંજુલાબેનનાં પરિવાર દ્વારા મંજુલાબેનનું અંગદાન કરવામાં આવ્યું હતું. મંજુલાબેનનાં કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગે આનંદીબહેને જણઆવ્યું કે મારા નાના બહેન મંજુલાબેનનું અવસાન થયું છે. ઇશ્વરને પ્રાર્થનાં કરીએ કે તેમનાં આત્માને શાંતિ અર્પે. ભલે મારા બહેન નથી રહ્યા પરંતુ તેઓ અંગદાન દ્વારા બીજા બે વ્યક્તિમાં જીવી રહેશે.

મંજુલા બહેને પોતાનું અંગદાન કરીને સમાજને સંદેશ આપ્યો છે કે કઇ રીતે મૃત્યુ બાદ પણ જીવીત રહી શકાય છે. મારો સમાજને સંદેશ છે કે દરેક વ્યક્તિ પોતાનું અંગદાન કરે જેથી મૃત્યુ બાદ પણ તે અન્ય વ્યક્તિને જીવાડી શકે. તેનું અંગ અન્ય વ્યક્તિ માટે નવજીવન સમાન હોઇ શકે છે. કિડની અને લિવરથી માંડીને આંખો વગર કેટલાક લોકો પરેશાન થાય છે. જેઓ જોઇ નથી શકતા તેઓને પણ નેત્રદાન દ્વારા નવી દ્રષ્ટિ આપી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંજુલાબેનને બ્રેઇન સ્ટ્રોક્ટનાં કારણે સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જો કે શનિવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. મંજુલાબેનની શ્રદ્ધાંજલી સભા 2 જુનનાં દિવસે ગુરૂવારે સાંજે 3 થી 6 વાગ્યા સુધી આર.કે રોયલ હોટલ, સાયન્સ સિટી ખાતે રાખવામાં આવ્યું છે.

You might also like