ખરાબ રિવ્યુ હોવા છતાં ઇતિહાસ બનાવશે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન! પહેલા દિવસે થશે Bumper કલેકશન

મલ્ટી સ્ટાર મૂવી ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝની સાથે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઇ ગઇ છે. આમિરખાન અને અમિતાભ બચ્ચન સાથે હોવા છતાં ફિલ્મ એટલી બધી બકવાસ તેમજ દર્શકો માટે નિરાશાજનક રહી છે. સોશિયલ મીડિયા પર મીમ્સ ટ્રેન્ડ થઇ રહી છે.

જો કે પબ્લિક રિવ્યુ તેમજ ક્રિટિકસ રિવ્યુ ખરાબ હોવા છતાં ઢગ્સ ઓફ ઓફિસ પર રેકોર્ડ બ્રેકર સાબિત થઇ રહી છે. બધા લોકોની ફિલ્મને લઇને ખરાબ ટિપ્પણી આપવા છતાં ફિલ્મનો પહેલા દિવસે અંદાજે 50 કરોડનો બિઝનેસ થવાની શક્યતા છે.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ઓપનિંગ ડે કલેકશન દરેક ફિલ્મોને પાછળ રાખી નવો રેકોર્ડ કરે તેવી સંભાવન છે. મીડિયા રિપોર્ટસ મુજબ પહેલા દિવસે જ 50 કરોડ ઉપર કમાણીવાળી ફિલ્મ બની શકે છે. મેગા એક્શન ફિલ્મમાં શાનદાર VFX ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળ્યાં છે. જો એક અનુમાન ફિલ્મને દિવાળીના વેકેશનની કમાણી મળી રહી છે. ટ્રેડ એક્સપર્ટના અનુસાર ઠગ્સ ઓફ હિન્દોસ્તાનીને પહેલા જ દિવસે ઓપનિંગ ડે કલેકશનમાં 50 કરોડની કમાણી મળી શકે છે.

જે આજ સુધીની સૌથી મોટી ઓપનિંગ ડે કમાણી હશે. ઠગ્સ ઓફ હિન્દોસ્તાનીએ રિલીઝ પહેલા જ ચાર રેકોર્ડ બનાવી લીધા છે. સૌથી વધારે એડવાન્સ બુકિંગ, સૌથી મોઘાં ડિજિટલ રાઇટસ, સૌથી વધારે સ્ક્રીન પર ફિલ્મનું રિલિઝ તેમજ સૌધી મોંઘી ફિલ્મ. આ ફિલ્મનું બજેટ 240 કરોડનું છે.

You might also like