કેરી પકવવામાં કેમિકલનો ઉપયોગ છતાં મ્યુનિ. આરોગ્યતંત્ર નિષ્ક્રિય

ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યું હોઈ રાજ્યના જુનાગઢ, વલસાડ સહિતના સ્થળો તેમજ પરરાજ્યના મહારાષ્ટ્રના રત્નાગીરી તેમજ છેક કર્ણાટકથી કેરીની વિવિધ જાત શહેરની બજારોમાં ઠલવાઈ રહી છે. જોકે પહેલાંની જેમ કેરીના સંગ્રાહકો કે વેચાણકર્તા વેપારીઓ વધુને વધુ નફો મેળવવા માટે કેમિકલથી કેરી સહિતના ફળને બેધડકપણે પકાવી રહ્યા છે.

આ પ્રકારે કેમિકલનો ઉપયોગ કરીને તેને કૃત્રિમ રીતથી પકવવાથી ગ્રાહકને લાંબા ગાળે આંતરડાનું કેન્સર સહિતની ગંભીર બીમારી થાય છે તેમ છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ તો આ મામલે રાબેતા મુજબ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે.

બીજી તરફ કેરીના વેપારીઓમાં ચાઈનીઝ ઈથિલિનની પડીકીઓનો વપરાશ વધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેલ્શિયમ કાર્બાઈડ જેવા કેમિકલ પર લાંબા સમયથી પ્રતિબંધ હોઈ વેપારીઓમાં ચાઈનીઝ બનાવટની ઈથિલિનની પડીકીની માંગ વધી છે.

જોકે તેના વપરાશના મામલે ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ બદલ ૪૦૦ નંગ ઈથિલિનની પડીકી જપ્ત કરાઈ હતી, પરંતુ હજુ સુધી કાર્બાઈડની પડીકી જપ્ત કરાઈ હોવાની વિગત જાણ‍વા મળી નથી, જોકે ગત ઉનાળાની સિઝનમાં કાર્બાઈડની એક પણ પડીકીને નમૂના તરીકે લેવાઈ ન હતી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago