સુપ્રીમનાે આદેશ છતાં અમદાવાદીઓએ મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને લઇ દિવાળીના તહેવાર દરમ્યાન રાતે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડવા માટે આદેશ કર્યા છે છતાં ગઇ કાલે ધનતેરસની પૂજા બાદ મોડી રાત સુધી અમદાવાદીઓએ ફટાકડા ફોડ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા પોલીસે હવે લોકોને જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે.

દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે, જેના પગલે સુપ્રીમ કોર્ટે રાતે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડવાના આદેશ કર્યા છે. સુપ્રીમના આદેશ છતાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફટાકડા ફોડી ધનતેરસની ઉજવણી કરી હતી.

મોડી રાત સુધી ફટાકડા ફોડવાને લઇ પોલીસે કેટલાક લોકોને ઝડપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે શહેર પોલીસે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

ઉપરાંત ફટાકડા ફોડતી વખતે અન્યની સલામતીનું ધ્યાન રાખવું તેવી સૂચના આપતાં બેનર પણ લગાવાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા પોલીસે સીજીરોડ સહિત અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યાં છે. બેનરમાં પોલીસ કમિશનરે ફટાકડા અંગે જાહેરનામામાં જે બાબતનો ઉલ્લેખ કર્યો છે તે જણાવાયું છે.

હોસ્પિટલ, નર્સિંગહોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરના વિસ્તારને સાઇલન્ટ ઝોન જાહેર કર્યો છે, જેથી ત્યાં કોઇ પ્રકારના ફટાકડા ન ફોડવા જણાવાયું છે. જો કોઇ વ્યક્તિ રાતે ૧૦ પછી ફટાકડા ફોડશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેવી સૂચના પર પોલીસ દ્વારા અપાઇ રહી છે. ફટાકડા ફોડવા અંગે સુપ્રીમની ગાઇડલાઇન છતાં પણ અમદાવાદીઓ મન મૂકીને દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડી રહ્યા છે.

મોડી રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડતા યુવક સામે ગુનો નોંધાયો
અમરાઇવાડી અને ઓઢવ બાદ હવે રામોલ પોલીસે એક યુવક વિરુદ્ધમાં કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે. જાહેરનામાનો ભંગ કરીને યુવક મોડી રાતે જ જાહેર રોડ પર ફટાકડા ફોડતો હતો.

રામોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડ ગઇ કાલે પેટ્રો‌િલંગમાં હતી ત્યારે રામોલ વિસ્તારમાં આવેલ શિવા‌િલક બંગલોઝ પાસે એક યુવક જાહેરમાં ફટાકડા ફોડતો હતો. પોલીસે ફટાકડા ફોડનાર યુવકની ધરપકડ કરી હતી અને તેને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.

પોલીસે ફટાકડા ફોડનાર જીતુભાઇ પંચાલ (રહે. સત્યમ આવાસ યોજના, વસ્ત્રાલ) નામના યુવક વિરુદ્ધમાં કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ પાસે એક યુવક રાતના પોણા એક વાગ્યે જાહેર રોડ પર ફટાકડા ફોડતો હતો.

આ સિવાય વધુ એક યુવક અમરાઇવાડીમાં ફટાકડા ફોડતો હતો. પોલીસે બન્ને યુવકો વિરુદ્ધમાં કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે લાઇસન્સ વગર ગેરકાયદે ચાલતાં ફટાકડાની લારી તેમજ દુકાન ઉપર પણ પોલીસે તવાઇ બલાવી છે. પૂર્વ વિસ્તારમાં અંદા‌િજત પ૦ કરતાં વધુ કેસ ગેરકાયદે ફટાકડા વેચનાર વિરુદ્ધમાં પોલીસે કર્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બે દિવસમાં ત્રણ કેસ પોલીસે કમિશનરના જાહેરનામાના કર્યા છે.

You might also like