નશાબંધીનો કડક અમલ છતાં બુટલેગરો બેફામઃ દારૂના જથ્થા સાથે દોઢ કરોડનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: રાજ્યમાં નશાબંધીના કાયદાનો કડક અમલ હોવા છતાં બુટલેગર બેફામ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં માળિયા મિયાણા અને શામળાજી નજીકથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ કન્ટેનર ઝડપી લઇ દારૂના જથ્થા સાથે રૂ.દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે માળિયા મિયાણા નજીક આવેલ અ‌ણિયાળી ચોકડી પાસેથી પોલીસે ૧૧ હજારથી વધુ વિદેશી દારૂની બોટલો ભરેલું કન્ટેનર ઝડપી લઇ આશરે રૂ.૪પ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી જગતસિંહ અને જીતેન્દ્ર નામના બે શખસની ધરપકડ કરી હતી. જ્યારે શામળાજી-ઉદેપુર હાઇવે પર પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી વાહનચેકિંગ શરૂ કર્યું હતું.

પોલીસે આરટીઓ ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાન હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાત તરફ આવી રહેલાં ચાર કન્ટેનર ઝડપી લઇ આશરે રૂ.એક કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like