સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી થઇ હતી, તેના પગલે કોર્ટના કડક વલણથી ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા નિયમના અમલીકરણ માટે સરકારે ફરજિયાત ડ્રાઇવ કરવાનો આદેશ કર્યો છે તેમ છતાં પણ શહેરની મોટા ભાગની સ્કૂલવાન અને રિક્ષામાં બાળકોને ઠાંસી ઠાંસીને ભરવામાં

આવે છે. સ્કૂલ ઓેટોરિક્ષામાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેર‌ હિતની અરજીના પગલે કોર્ટના કડક વલણથી ટ્રાફિક પોલીસ તથા આરટીઓ નિયમના અમલીકરણ માટે કમર કસી રહી છે પરંતુ માત્ર સમ ખાવા પૂરતા કેસ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ટ્રાફિકના નિયમભંગ બદલ ૮૦થી વધુની સંખ્યામાં વાહનો ઝડપાયાં હતાં, તેમાં સ્કૂલવાન, બસ અને ઓટોરિક્ષા સહિતનો સમાવેશ થાય છે.

શહેરમાં સ્કૂલવર્ધી માટે અંદાજે ૭૦,૦૦૦ સ્કૂલ રિક્ષા અને ૬૦,૦૦૦ સ્કૂલવાન દોડે છે. સ્કૂલ બસ, ‌િરક્ષા અને સ્કૂલવર્ધી વાન માટે બનાવેલા નિયમો જાણે ઘોળીને પીવાઇ ગયા છે.

You might also like