ડેસ્ક પર બેસી રહેવાની નોકરી તમને બનાવે છે Stupid!

મોટા ભાગે એરકન્ડિશન્ડ રૂમમાં ડેસ્ક પર બેઠાં-બેઠાં જ કામ કરવાનું હોય એવી નોકરીમાં તમને પગાર બહુ ઊંચો મળશે, પણ લાંબા ગાળે તમારું શાણપણ, સમજણ અને બુદ્ધિક્ષમતા ઘટતી જાય તો નવાઈ નહીંં. અમેરિકાના લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો દિવસમાં આઠ કલાકતી વધુ સમય ડેસ્ક પર બેસીને ગાળે છે તેમના મગજના બંધારણમાં અસર થાય છે.

દિવસનો મોટા ભાગનો સમય બેઠાડુ ગાળતા હોય એવા લોકોના મગજનો યાદો સંઘરતો ભાગ પાતળો થવા લાગે છે. બેઠાડુ જીવન શૈલીને કારણે હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીઝ અને લગભગ ડઝન પ્રકારનાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે એવું પણ પહેલાંના અભ્યાસોમાં કહેવાઈ ચૂક્યું છે. લેટેસ્ટ અભ્યાસમાં નોંધાયું છે કે સાવ બેસી રહવાની જિંદગી જીવતા હો તો મગજ ધીમે- ધીમે કટાય છે. મગજમાં સ્મૃતિ સંઘરતો ભાગ પાતળો થતાં માહિતી સંગ્રહ કરવાનું, સંઘરેલી માહિતી રીકોલ કરવાનું અને વિશ્લેષણ કરવાનું બધું જ ધીમું પડે છે.

You might also like