ભાજપના સાંસદોને સલાહ, મોદીને ‘ગરીબોના મસીહા’ તરીકે રજૂ કરો

નવી દિલ્હીઃ ભાજપ સાંસદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગરીબોના મસીહા તરીકે રજૂ કરશે. સાસંદોને આ જવાબદારી સંસદીય દળની બેઠકમાં આપવામાં આવી છે. બેઠકને સંબોધિત કરવા સાથે શહેરી વિકાસ મંત્રી વૈક્યા નાયડુએ કહ્યું છે કે મોદી સરકારે અઢી વર્ષના કાર્યકાળમાં ગરીબોના જીવન સ્તરને સુધારવા, ન્યાય અપાવવા અને અત્યાર સુધી તેમની સાથે થયેલા અયોગ્ય વ્યવહારને દૂર કરવાના કામ કર્યા છે. આ કારણે જ પ્રધાનમંત્રીનો વ્યક્તિગત રસ અને નિર્દેશનના કારણે ગરીબોને પહેલી વખત સરકારની તમામ નીતીઓમાં શામેલ કરવામાં આવ્યાં છે.  ત્યારે હવે સાંસદોની જવાબદારી છે કે તેઓ હવે પીએમના પ્રયાસોની માહિતી ઘરે ઘરે જઇને પહોંચાડે. ગરીબો માટે પીએમ મોદી કેવી રીતે મસીહા બની ગયા છે.

સંસદિય દળની બેઠકમાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ સાંસદોને બજારમાં કેશ દ્વારા ચૂંકવણીની માત્રા ઘટાડવા સાથે કેશ સંબંધી અન્ય બાબતનો માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે ડિજિટલ માધ્યમની લેવડ દેવડ વધવાથી અર્થવ્યવસ્થાને લાભ થશે. સાથે જ ભ્રષ્ટાચાર પણ ઓછો થશે. લોકોમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધે અને ભવિષ્યમાં આ જ પ્રક્રિયાને સ્વિકારના ની યોજના પર ચર્ચા કરી હતી.

http://sambhaavnews.com/

You might also like