રામ રહીમ ડેરાનું સર્ચ ઓપરેશન પૂર્ણ, કાલે ફરી “ગુપ્ત ગુફા”ની થશે તપાસ

અંદાજે 700 એકરમાં ફેલાયેલ ડેરા સચ્ચા સૌદાની અંદર ચાલેલ તપાસ આખરે હવે પૂર્ણ થઇ ગઇ. પરંતુ ડેરામાં કાલે સવારે ફરીથી સર્ચ અભિયાન ચલાવવામાં આવશે. સર્ચ ઓપરેશનનાં પહેલાં દિવસે હિંસા થવાની સંભાવનાને લઇ 41 પૈરામિલિટ્રી કંપનીઓ, 4 આર્મીની ટુકડીઓ, 4 જિલ્લાની પોલીસ અને એક ડૉગ સ્ક્વૉડ હાજર રહી.

શુક્રવારે સર્ચ અભિયાનની ટીમ રામ રહીમની ગુફા સુધી પહોંચી. જ્યાં બે કલાકની તપાસ બાદ બાબાની ગુફામાંથી પાંચ લોકો મળી આવ્યાં. જેમાં બે સગીર અને ત્રણ પુખ્ત છે. ત્યાં જ રામ રહીમની ગુફામાંથી એક વૉકી-ટોકી પણ મળી આવેલ છે. સર્ચ અભિયાન દરમ્યાન ડેરામાં 3 રૂમને સીલ પણ કરી દેવાયાં જેમાંથી હાર્ડવેર-લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યાં. આ સાથે ભારે માત્રામાં કેશ અને પ્લાસ્ટિક કરન્સી પણ જપ્ત કરવામાં આવી. સિરસા ડેરા સચ્ચા સૌદાની તપાસ દરમ્યાન બે રૂમ પણ સીલ કરવામાં આવ્યાં.

તપાસ દરમ્યાન રામ રહીમનાં ડેરા સચ્ચા સૌદાએથી વગર નંબરની લક્ઝરી કાર પણ મળી આવી. એ સિવાય એક ઓબી વાન અને ભારે માત્રામાં વગર લેવલની દવાઓ પણ જપ્ત કરવામાં આવી. રૂ.12,000ની નવી કરન્સી પણ મળી આવી અને 60,000 રૂપિયાની જૂની કરન્સી પણ મળી આવી.

ત્રણ જેસીબી મશીન, ફાયરબ્રિગેડ અને બોમ્બ ડિફ્યુઝ દળ પણ મળી આવ્યાં. તાળાં તોડવાં માટે લુહાર પણ સાથે લઇ ગયાં હતાં, ત્યાં જ 60 કેમેરા સાથે જે તપાસ ચાલી રહી હતી તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સિરસામાં કર્ફ્યુ પણ લગાવાઇ દેવાયો છે. જેમાં તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ રાહત નહીં આપવામાં આવે.

You might also like