ડેરા સચ્ચા સૌદાની ૬૦ હાર્ડ ડિસ્ક કબજે કરતી પોલીસ

વારાણસી: કોર્ટના આદેશથી ડેરા સચ્ચા સૌદામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.જેમાં ગઈ કાલે પોલીસે ડેરા સચ્ચા સૌદાની ૬૦ હાર્ડડિસ્ક કબજે કરી લીધી છે.જેમાં ડેરાના લગભગ 5000 સીસીટીવી ફુટેજ છે. જેના આધારે આ સમગ્ર કૌભાંડમાં અનેક રહ્સ્ય ખૂલે તેવી શક્યતા છે. તેમજ પોલીસે આ કેસમાં આઈટીના હેડ વિનીતની ધરપકડ કરી છે.

ધરપકડ બાદ વિનીતે પોલીસને જણાવ્યુ હતુ કે આ હાર્ડડિસ્કમાં ૯૦૦ એકર જમીનમાં ફેલાયેલા આ સંકુલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ૫૦૦૦ સીસીટીવી ફુટેજનો રેકોર્ડ કોરેડટલ, રિસોર્ટ અને સત્સંગ ભવનના છે. આ સીસીટીવી ફુટેજમાં રામ રહીમ જેલમાં ગયો ત્યાં સુધીના રેકોર્ડ છે. ત્યારબાદ કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ રીતે આ કેસના પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી હવે પોલીસ આ કેસમાં આ તમામ ફુટેજ તપાસશે અને તેમાં રહેલી માહિતી બહાર લાવવા પ્રયાસ કરશે. આ કેસમાં અત્યાર સુધી જિલ્લાના અનેક પોલીસ મથકમાં કુલ ૧૫ એફઆઈઆર દાખલ કરવામા આવી છે. અને કુલ ૪૯ લોકોની ધરપકડ કરવામા આવી છે.

દરમિયાન આ મામલે એક લેકસસ કારના ચાલક સહિત અન્ય બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. જેમની ગત ૨૮ ઓગસ્ટે ફુલંકા ગામ નજીક થયેલી હિંસક ઘટનામાં સંડોવણી છે. આ તમામની ગંગાનગરના જૈતસરથી ધરપકડ કરવામા આવી છે. પોલીસે જણાવ્યુ કે આ તમામે હિંસા ભડકાવવામા મુખ્ય ભૂમિકા ભજવી હતી. એકાએક ગાયબ થઈ ગયેલી હનીપ્રીત રાજસ્થાનમાં છુપાઈ હોવાની પોલીસને માહિતી મળતાં હાલ પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.

You might also like