સાધ્વી જાતીય શોષણ મુદ્દે ડેરા સચ્ચા સોદાનું પહેલું નિવેદન આવ્યુ સામે

સિરસા : સાધ્વી યૌનશોષણ મુદ્દે ફસાયેલા બાબા ગુરમીત રામ રહીમ પર પહેલીવાર ડેરા સચ્ચા સોદાનું નિવેદન આવ્યું છે. ડેરા સચ્ચા સોદાનાં પ્રવક્તા આદિત્ય ઇંસાએ યૌન શોષણ કેસમાં કોર્ટનાં આદેશનું પાલન કરવાની વાત કરી છે. મીડિયા સાથે વાતચીત કરતા ડેરા પ્રવક્તાએ જણાવ્યું કે બાબા મુદ્દે કોર્ટનાં આદેશોનું પાલન કરવામાં આવશે.

જો કે પ્રવક્તાએ સ્પષ્ટતા નથી કરી કે બાબા 25 ઓગષ્ટે પંચકુલા ખાતે સીબીઆઇની ખાસ કોર્ટમાં રજુ થશે કે નહી. પહેલીવાર ખુલીને મીડિયા સાથે વાતચીત કરતા ડેરા સચ્ચા સોદાનાં પ્રવક્તાએ ડેરા પ્રેમીઓ સાથે શાંતિ જાળવી રાખવાની પણ અપીલ કરી છે. બીજી તરફ પ્રદેશનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા બાબાને કોર્ટમાં રજુ કરવા સંબંધિત નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ખટ્ટરે જણાવ્યું કે, બાબાએ રજુ થવા મુદ્દે જે નિવેદનબાજી કરી છે તે તેમની અંગત છે, મારી અથવા અમારી સરકારને આ અંગે કોઇ પ્રકારની વાત થઇ નથી. અમારે આની સાથે કોઇ લેવા દેવા નથી. અત્રે નોંધનીય છે કે યૌન શોષણનો ભોગ બનેલી સાધ્વીએ ગુમનામ પત્ર લખીને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટને ફરિયાદ કરી હતી.

You might also like