રામ રહીમ કેસનાં ચુકાદા પહેલા પંજાબ હરિયાણાનાં સીમાડા સીલ

ચંદીગઢ : યૌન શોષણ કેસમાં ડેરામુખી સિરસા બાબા ગુરમીત સિંહ પર 25 ઓગષ્ટે નિર્ણય આવવાનો છે. બાબાના સમર્થકો મંગળવાર રાતથી જ પંચકૂલાનાં સેક્ટર 23 ખાતે આવેલા સ્ટેડિયમમાં એકત્ર થવા લાગ્યા છે. અધિકારીઓએ પરિસ્થિતીને જોતા પંચકુલા, સિરસા, અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, હિસાર, ફતેહાબાદ, ઝિંદ, કરનાલમાં એલર્ટ જાહેર કરી દીધું છે.

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ડેરા સચ્ચા સોદાનાં સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. રાજ્યમાં અત્યારથી જ 16 હજાર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. 47 સ્થળોને હાઇપર સેન્સેટીવ જાહેર કરવામાં આવ્યા છે. બાબા પર લાગેલ આરોપનો ચુકાદો આવે ત્યાર બાદ હિંસા ભડકી ઉઠવાની શક્યતા હોવાનાં કારણે તંત્ર દ્વારા તમામ પ્રાઇવેટ શાળાઓ 25 ઓગષ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચંદીગઢના સેક્ટર -16માંઆવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટેમ્પરરી જેલ પણ બનાવવામાં આવી છે. રાજ્યમાં 75 પેરા મિલેટ્રી ફોર્સની કંપનીઓ તહેનાત કરવમાં આવી છે. માલવા બેલ્ટનાં 13 જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. જ્યારે મેગામાં સાત પેરા મિલેટ્રી ફોર્સની કંપનીઓને પણ ફરજંદ કરવામાં આવી છે. ઉપરાંત 11 હજાર પોલીસ કર્મચારીઓ ઉપરાંત 50 કંપનીઓ પીએપીની લગાવવામાં આવી છે.

You might also like