રેપ કેસમાં સુનાવણી માટે હેલિકેપ્ટરથી કોર્ટ આવશે ડેરા પ્રમુખ, ડ્રોનથી થશે દેખરેખ

ચંડીગઢ: યૌન શોષણ કેસમાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર 25 ઓગસ્ટે આવનારી કોર્ટના નિર્ણય પહેલા પ્રશાસન અને પોલીસે કમર કસી નાંખી છે. પંચકૂલામાં એના સમર્થકોની વધતી ભીડને જોતા પોલીસ ડેરા પ્રમુખને હેલિકોપ્ટર દ્વારા કોર્ટમાં સુનાવણી માટે લાવવાની તૈયારીમાં છે. તો બીજી બાજુ ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ડેર સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહના સમર્થકોને જોતા સરકારે નિર્ણય લીધો છે કે એમને હેલીકોપ્ટરથી સિરસાથી પંચકૂલાના સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડ સુધી લાવવામાં આવશે. પરેડ ગ્રાઉન્ડથી લઇને કોર્ટ સુધી ભારે સુરક્ષાની વચ્ચે કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવશે. એના માટે પ્રશાસન દ્વારા પૂરી યોજના બનાવવામાં આવી છે.

પૂરા રાજ્ય 0 માં 16 હજાર પોલીસના જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં ગૃહ મંત્રાલયએ પણ વધારે દળની માંગ બાદ સીઆરપીએફના 9700 જવાનોને મોકલી દીધા છે. રાજ્યથી લાગેલી સીમાઓને સીલ કરીને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

ચંડીગઢ અને પંચકૂલામાં હજારોની સંખ્યામાં ડેરા સમર્થક પહોંચી રહ્યા છે. એ લોકાએ પાર્કમાં ડેરો નાંખી દીધો છે. ડેરા સમર્થક મહિલાઓ બાળકો ભારે સંખ્યામાં પહોંચે એવી શક્યતા છે. જો નિર્ણય એમની વિરુદ્ધ રહ્યો તો કંઇ પણ કરવાની યોજનામાં છે.

મળતી માહિતી અનુસાર ફરીદકોટમાં ડેરા સમર્થકોએ ઘરની છતો પર ભારે પ્રમાણ પેટ્રોલ, ડીઝલ અને હથિયાર જમા કરી લીધા છે. તો આદેશ ડેરા પ્રમુખ વિરુદ્ધ જશે તો એ વધારે ઉપદ્રવ કરી શકે છે. આ લોકો સરકારી સંપત્તિ અને વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે.

હરિયાણા સરકારે દરેક જિલ્લામાં 144 ધારા લાગૂ કરી દીધી છે. પોલીસ જણાવ્યું કે જરૂર પડશે તો ચંડીગઢ ક્રિકેટ સ્ટેડિયમને અસ્થાઇ જેલના રૂપમાં બદલી નાંખવામાં આવશે.

You might also like