કેન્દ્રીય કર્મચારીઓ આનંદો!! મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને ડબલ કરી દીધું છે. કર્મચારી મંત્રાલયે આદેશ જારી કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને 2 હજારના બદલે 4 હજાર 500 મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે. સાતમા પગાર પંચ આયોગની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે, એક જ સ્થાન પર નિયુક્ત થવા પર ભથ્થુ મૂળ વેતનના 5 ટકા હોય છે, જે વધારેમાં વધારે 4 હજાર 500 રૂપિયા થઇ શકે છે અને જો નિયુક્તિ અન્ય શહેરમાં કરવામાં આવતી હોય તો ભથ્થુ મૂળ વેતનના 10 ટકા થઇ જશે.

You might also like