જિન એડિટિંગથી ડિપ્રેશનનાં પેશન્ટને થઈ શકે છે ફાયદો, જાણો કઇ રીતે?

જિનેટિક સંશોધનોની સંખ્યાબંધ વિષયોમાં ઉપયોગી થઇ રહ્યાં છે અને વિવિધ બીમારીઓની સારવારમાં પણ મહત્ત્વની ભૂમિકારૂપ બન્યાં છે. ન્યૂરો સાયન્સમાં પણ જિનેટિક સાયન્સ મદદરૂપ બને છે. અમેરિકાના ન્યૂરો સાયન્ટિસ્ટસ જિન એડિટિંગ ટૂલ વડે મગજમાં નેચરલ મૂડ-બુસ્ટિંગ રિસેપ્ટર્સને ટાર્ગેટ કરીને ડિપ્રેશનની સારવાર માટે સંશોધન કરે છે.

હાલની દવાઓથી રાહત ન થતી હોય એવા ડિપ્રેશનનાં દર્દીઓને આ જિનેટિક સંશોધન ઉપયોગી થવાની શકયતા છે. અને સામાજિક વર્તનને નિયંત્રિત કરે છે. મોટા ભાગની એન્ટિ-ડિપ્રેશન દવાઓ મગજમાં સેરોટોનિન રિસેપ્ટર્સને ટાર્ગેટ કરે છે. જોકે સંશોધકોએ ગાબા રિસેપ્ટર્સને ટાર્ગેટ કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મગજના નેચરલ મૂડ-બુસ્ટિંગ સબસ્ટન્સિસ મગજનાં એ રિસેપ્ટર્સ પર અસર કરે એવી તેમની ધારણા છે.

You might also like