પ્રેગ્નન્સીમાં ગરમીની સિઝનના કારણે જેસ્ટેશનલ ડાયાબિટીસની શક્યતા વધુ

કેટલીક મહિલાઓને ગર્ભધારણ રહ્યા પછી બ્લડ-શુગર વધી જવાની સમસ્યા થાય છે જેને જેસ્ટેશનલ ડાયાબિટિસ કહે છે. મોટાભાગના કેસમાં ડિલિવરી પછી અાપમેળે શુગર-લેવલ કન્ટ્રોલમાં અાવી જાય છે. સ્વીડનના રિસર્ચરોનું કહેવું છે કે ગરમીની સીઝનમાં પ્રેગ્નન્ટ મહિલાઓમાં જેસ્ટેશનલ ડાયાબિટિસનું નિદાન થવાની શક્યતાઓ લગભગ ૫૧ ટકા જેટલી વધી જાય છે. વાતાવરણમાં જ્યારે ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો હોય ત્યારે બોડીની શુગર પચાવવાની ક્ષમતામાં ગરબડ થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન એની સૌથી માઠી અસર થાય છે. તાપમાનમાં અાવતા બદલાવને કારણે શરીરના છેવાડાનાં અંગો એટલે કે હાથ અને પગના ભાગમાં લોહીના ભ્રમણમાં મુશ્કેલી અાવે છે.

You might also like