૪૦થી ૪૫ વર્ષનો સમય જીવનનો સૌથી ડિપ્રેસ્ડ ટાઈમ હોય છે

યુવાનીમાં જે તરવરાટ અને જોમ વર્તાતાં હતાં એ જીવનના અમુક તબક્કે અાવીને જાણે અચાનક હવા થઈ ગયાં હોય એવું ફીલ થવું સ્વાભાવિક છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ વોરવિકના રિસર્ચરોનું કહેવું છે કે ૪૦થી ૪૫ વર્ષનો સમયગાળો જીવનમાં સંતોષની દૃષ્ટિએ ખૂબ ખરાબ હોય એવું બની શકે છે. મિડ-લાઈફ ક્રાઈસિસ એ ભ્રમણા નહીં પણ હકીકત છે એવું અા રિસર્ચરોનું કહેવું છે. પુખ્ત વયના લગભગ ૫૦,૦૦૦ લોકોના જીવનમાં વિવિધ તબક્કે તેમના સંતોષ અને હેપીનેસનો ઈન્ડેક્સ તપાસીને રિસર્ચરોએ અા તારવ્યું હતું. અભ્યાસીઓનું કહેવું છે કે જીવન સંતોષની બાબતમાં અંગ્રેજીના યુ શેપની જેમ અાગળ વધે છે. બાળક જન્મે ત્યારે ખૂબ ખુશ અને સુખી હોય છે. લગભગ ૧૮થી ૨૫ વર્ષ દરમિયાન તે અત્યંત ખુશ હોય છે અને ઉત્સાહજનક ફીલ કરે છે. એ પછી ઉત્સાહ અને સેટિસ્ફેક્શનમાં ઓટ અાવે છે.

You might also like