નારણપુરાના પીએસઆઈ સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ

અમદાવાદ: અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇએ છેતર‌િપંડીના આરોપીની ધરપકડ કર્યા વગર તેને જવા દેતાં પોલીસબેડામાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. બી ‌િડ‌િવઝનના એસીપીએ પીએસઆઇ વિરુદ્ધ ‌િડપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરીને તપાસ શરૂ કરી છે.

નારણપુરા વિસ્તારમાં આવેલું રંગકુંજ સોસાયટીનું મકાન મુંબઇમાં રહેતા સુનીલભાઇ શેઠ અને તેમના ભાઇ બીમલભાઇ શેઠના નામે છે. 13 વર્ષ પહેલાં બીમલભાઇ શેઠ (રહે. મુંબઇ) તથા તેમના સાળા તેજસ શાહે ખોટી પાવર ઓફ એર્ટની કરીને મકાન કિરીટ મોદીને વેચી માર્યું હતું. ગત વર્ષે આખી ઘટનાની જાણ સુનીલભાઇને થતાં તેમને આઘાત લાગ્યો હતો અને તેઓનું મોત થયું હતું.
સુનીલભાઇની પત્ની દીનાબહેન શેઠે નારણપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં નારણપુરા પોલીસે કોઇ પણ પ્રકારની કાર્યવાહી ના કરતાં કેસની તપાસ બી ‌િડ‌િવઝનના એસીપી બી.યુ. જાડેજાએ કરી હતી. તારીખ 23-6-15ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેજસ શાહ તથા બીમલ શેઠ ‌િવરુદ્ધ છેતર‌િપંડીનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસની વધુ તપાસ નારણપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે. વા‌િણયાને સોંપાઇ હતી.

બન્ને આરોપીઓએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનઅરજી કરી હતી, જે કોર્ટે 19-10-15ના રોજ ફગાવી હતી. બન્ને આરોપીઓએ તે પછી હાઇકોર્ટમાં આગોતરા જામીનઅરજી ફાઇલ કરી હતી. થોડાક દિવસો પહેલાં તેજસ તેના ઘરે હોવાની જાણ ફરિયાદીને થતાં પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસની ગાડી જ્યારે આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે પીએસઆઇ વા‌િણયાએ હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવાનું કહીને પોલીસની કારને રવાના કરી હતી.

આ મુદ્દે બી ‌િડ‌િવઝનના એસીપી બી.યુ. જાડેજાએ જણાવ્યું છે કે હાઇકોર્ટમાં આરોપીઓએ આગોતરા જામીન ફાઇલ કરી છે. હાઈકોર્ટે ધરપકડ સામે કોઇ પણ પ્રકારનો સ્ટે આપ્યો નથી. તેથી પોલીસ ધરપકડ થઇ શકે છે. પીએસઆઇ આર.કે.વા‌િણયાએ આરોપીને જવા દીધા છે તેવી વાત ધ્યાને આવી છે અને પુરાવા પણ મળ્યા છે. તેમની ઉપર ‌િડપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

You might also like