સલમાન ખુર્શીદે ભગવાન રામની આરતી કરી, દેવબંદે કર્યાં ઈસ્લામમાંથી બહાર

પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન હિંદુ ધર્મના ભગવાન રામની આરતી ઉતારતા જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયો બાદ દારુલ ઉલૂમ દેવબંધે ઈસ્લામના નામે વિવાદ ઉભો કર્યો છે.

પૂર્વ કાયદામંત્રી અને ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદના સાંસદ રહેલા સલમાનના આરતીવાળા વીડિયો બાદ દેવબંધના ઉલેમા મુફ્તી તારિક કાસમીએ સલમાનને તોબા કરવા કહ્યું છે. દેવબંદના ઉલેમાએ સલમાન ખુર્શીદને ઈસ્લામમાંથી બહાર કર્યાં છે.

ઉલેમાએ કહ્યું કે, ‘ઈસ્લામમાં અન્ય કોઈ ધર્મની ઈબાદત કરી શકાતી નથી. જો કોઈ એવું કરે તો તેને ઈસ્લામમાંથી બહાર કરવામાં આવે છે.’ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દેવબંદે કેટલીક મુસ્લિમ મહિલાઓને ઈસ્લામમાંથી બાકાત કરી હતી, કારણ કે આ મહિલાઓએ પણ દિવાળીના દિવસે ભગવાન રામની આરતી ઉતારી હતી.

You might also like