આજે DEO ખાનગી શાળાના સંચાલકો સાથે બેઠક કરશે

એક તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વાલીઓ ફીને લઈને હોબાળો કરી રહ્યા છે. ઉપરાંત ડીઈઓ તરફથી કાર્યવાહીમાં વિલંબ કરાતો હોવાનો આરોપ પણ વાલીઓ કરી રહ્યા છે, એવામાં આજે DEOએ સંચાલકોની બેઠક બોલાવી છે.

ફી નિયમન અંગે ખાનગી શાળાઓ અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ હજુ પણ યથાવત્ છે, ત્યારે શિક્ષણ વિભાગના DEOએ ખાનગી શાળાના સંચાલકોની બેઠક બોલાવી છે. અમદાવાદમાં આજે DEO કચેરી ખાતે આ બેઠક યોજવામાં આવી છે.

આ બેઠકમાં ફી નિયંત્રણ મુદ્દે ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં ખાનગી શાળાના સંચાલકો અને આચાર્ય હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બોર્ડની પરીક્ષાની તારીખ નજીક આવી છે, એવામાં કેટલીય સ્કૂલો દ્વારા ફી નહીં ભરાતા વિદ્યાર્થીઓને હૉલ ટિકીટ નહીં આપવાની ધમકી આપવામાં આવી રહી છે. એવા સંજોગોમાં આ બેઠક મહત્વની બની રહેશે.

You might also like