દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદરઃ ૩૦ ગાડીઓ ટકરાઈ, ૨૫ લોકો ઘાયલ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી ગઈ કાલે આખો દિવસ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ રહી. અહીં રસ્તાઓની સાથે-સાથે એર ટ્રાફિક પર પણ અસર થઈ હતી. બીજી તરફ સોનીપત-ગાઝિયાબાદ કેજીપી પર લગભગ ૩૦ વાહન અરસપરસ ટકરાઈ ગયાં હતાં, જેમાં ૨૫ લોકો ઘાયલ થયા હતા.

દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે ગઈ કાલે સવારે લગભગ સાડા ત્રણ કલાક ફ્લાઈટ સંપૂર્ણપણે બંધ રહી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે સવારે ૫.૩૦ વાગ્યાથી કેટ૩સી લાગુ થઈ ગયો અને લગભગ ૯.૩૦ વાગ્યા સુધી આ સ્થિતિ રહી હતી. આ દરમિયાન ઓછી વિઝિબિલિટીના કારણે વિમાન રોકી દેવામાં આવ્યાં. વચ્ચે-વચ્ચે એકાદ ઉડાન જારી રહી. બે વિમાનને ઊતરવા માટે અન્ય જગ્યાએ મોકલવા પડ્યાં. કેટલાય કલાકો માટે ઉડાનમાં મોડું થવાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટને અસર થઈ હતી.

સોનીપત-ગાઝિયાબાદ કેજીપી પર ગાઢ ધુમ્મસના કારણે સોનીપત સ્થિત ટોલ પ્લાઝાથી થોડા અંતર પર યમુના પુલ ઉપર ૩૦ ગાડીઓ અરસપરસ ટકરાઈ અને ૨૫ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલનો ઈલાજ સોનીપતની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલાં એક ગાડી ટકરાઈ. ત્યારબાદ લાઈનમાં આવેલી ૩૦ ગાડીઓ અરસપરસ ટકરાઈ ગઈ હતી.

બાગપત પોલીસે સમયસર પહોંચીને ઘાયલને હોસ્પિટલ પહોંચાડ્યા અને ગાડીઓને રસ્તા પરથી હટાવી. આ માર્ગ પર ટ્રાફિક જામ થયેલો હતો. અન્ય દુર્ઘટનામાં સોનીપત જિલ્લાના પીપલી ગામ પાસે શુક્રવારે સવારે ધુમ્મસના કારણે સ્કૂલનાં બાળકોને લઇ જઈ રહેલી ક્રૂઝર જીપ અને ટ્રક ટકરાતાં પાંચ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, તેમાંથી એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. ઈલાજ માટે તેને પીજીઆઈ રોહતકમાં દાખલ કરાયો છે.

divyesh

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

21 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

21 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

21 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

21 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

21 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

21 hours ago