ડેંગ્યુમાં રાહત આપશે આ પહાડી ફળ, ડાયાબિટીસ, હૃદયના રોગ માટે પણ છે ફાયદાકારક

ડેંગ્યુ માદા એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. ખાસ વાત તો એ છે કે 20મી શતાબ્દીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને આ વાતની ખબર પડી કે ડેંગ્યુ વાયરસના કારણે થાય છે. ડેંગ્યુ એક પ્રકારના વાયરસના કારણે થનાર રોગ છે જે સંક્રમિત માદા એડીઝ મચ્છના કરડવાથી થાય છે.

આ રોગમાં તેજ તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, જીભ કડવી થઇ જાય, ઉલટી તેમજ શરીર પર લાલ દાણા થઇ જાય છે. એટલું જ નહીં જો તેના ઇલાજમાં થોડુ પણ મોડુ કરવામાં આવે તો માણસનું મૃત્યું થઇ શકે છે. એવામાં આવી જીવ લેતી બિમારીમાં રાહત આપી શકે છે આ પહાડી ફળ.

ડેંગ્યુની બિમારીમાં રાહત આપી શકે છે પહાડી ફળ કીવી. આ એક ફળમાં ઘણા ફળોની બરાબર વિટામિન તેમજ મિનરલ્સ હોય છે. તેમાં હાજર વિટામિન સી, એન્ટીઓક્સીડેટસ, ફાઇબર, પોટેશિયમ તેમજ અન્ય તત્વ ડાયાબિટીસથી લઇને ડેંગ્યુ સુધીમાં રાહત આપે છે.

ડેંગ્યુમાં શરીરમાંથી લોહીના પ્લેટલેટસમાં ઝડપી ઘટાડો થાય છે. જેને ઠીક કરવામાં કીવી ફળ ઘણી મદદ કરે છે. તે સિવાય આ ફળ શરીરમાં તાકાતનો વધારો તો કરે છે તેની સાથે ડેંગ્યુમાં રિકવરી થવામાં પણ મદદ કરે છે. તબીબો પણ ડેંગ્યુના દર્દીઓને કીવી ખાવાની સલાહ આપે છે.

કીવીમાં હાજર રહેલ વિટામિન ઇ તેમજ એન્ટીઓક્સીડેટસ ચામડીને પુરૂ પોષણ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. કીવીમાં ગ્લાઇકેમિક ઇન્ડેક્સનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે લોહીમાં ગ્લૂકોઝની પ્રમાણ વધતું નથી. જેને કારણે ડાયાબિટીસ, હૃદયના રોગ તેમજ વેઇટ લોસ માટે ઘણુ ફાયદાકારક રહે છે.

You might also like