નોટબંધી પર ફરી ન ચાલી સંસદ, લોકસભામાં PM મોદીની હાજરી છતાં ચાલતો રહ્યો હંગામો

નવી દિલ્લી: સંસદના શિયાળુસત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ હોવા છતાં, નોટબંધીના મુદ્દે બંને સંસદોમાં ભારે હોબાળો થયો. બુધવાર સવારે સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા સામે વિપક્ષના સંયુક્ત ધરણામાં જ એ સ્પષ્ટ થઈ ગયું કે વિપક્ષ પોતાની માંગો પર અડગ છે. બંને સદનોમાં કાર્યવાહી શરૂ થઈ કે વિપક્ષે હંગામો શરૂ કરી દીધો.

લોકસભામાં મૌજૂદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપચાપ બેસીને સાંભળા રહ્યા. ભારે હંગામા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીને ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી. આ વચ્ચે વિપક્ષી દળોએ 28 નવેમ્બરે નોટબંધી વિરુદ્ધ દેશભરમાં ‘જનાક્રોશ દિવસ’ મનાવવામાં આવશે.

લોકસભમાં વિપક્ષ નોટબંધીને મુદ્દે સ્થિગત કરવાના પ્રસ્તાવ હેઢળ ચર્ચા કરવા માટે હંગામો કરી બેઠું હતું. હંગામા દરમિયાન હાજર વડાપ્રધાન મોદી ચૂપચાપ બેસી રહ્યા. જ્યારે વિપક્ષને જોરદાર જવાબ આપતા સંસદીય કાર્ય મંત્રી વેંકૈયા નાયડૂએ કહ્યું કે હંગામો કરવો વિપક્ષની આદત બની ગઈ છે.

You might also like