7 નવેમ્બરે RBI પાસે મોદી સરકારે નોટબંદી પર માંગી સલાહ, 8મીએ કર્યો અમલ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અત્યાર સુધી એમ કહીં રહી હતી કે તેમણે નોટબંદીનો નિર્ણય RBIની સલાહ પર કર્યો હતો. પરંતુ સરકારના દાવાથી અલગ RBIએ ગત મહિને સંસદિય સમિતિને સોપેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે નોટબંદીનો પ્રસ્તાવ સરકાર તરફથી આવ્યો હતો અને  RBIએ સરકારના કહેવા પર 500 અને 1000ની નોટને પરત લેવાનો નિર્ણય કર્યો હતો.

મળતી માહિતી મુજબ નાણા વિભાગ સાથે જોડાયેલી સંસદિય સમીતિને લખેલા પોતાના 7 પાના પત્રના જવાબમાં RBIએ જણાવ્યું છે કે સરકારે 7 નવેમ્બરે RBIને 500 અને 1000ની નોટોને કાયદાકિય રીતે સમાપ્ત કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે તેનાથી નકલી નોટ, કાળુ નાણુ અને આતંકવાદના ફંડિગની સમસ્યા ઓછી કરી શકાશે.

RBIએ 22 ડિસેમ્બરે કોંગ્રેસના અગ્રગણ્ય નેતા વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા વાળી સંસદીય સમિતિને પોતોનો જવાબ આપ્યો હતો. RBIએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે નોટોની કાળાનાણામાં મહત્વની ભૂમિકા છે. કાળાનાણાની નાબુદી સાથે ભારતીય અર્થવ્યવસ્થા મજબુત બનશે અને ભારના વિકાસ પર સકારાત્મક અસર પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં 500 અને 1000ની નોટોનું ચણલ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે નકલી નોટોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

home

You might also like