નોટબંધીથી જમા થયેલી રકમને લોકોમાં લોન પેટે વહેંચી દેશે મોદી સરકાર

નવી દિલ્હી : નોટબંધી બાદ ભલે વિશ્લેષકો હાઉસિંગ સેક્ટરના ગ્રોથમાં ઘટાડો થવાનું અનુમાન લગાવી રહ્યા હોય પરંતુ મોદી સરકાર કંઇક બીજુ જ વિચારી રહી છે. સરકાર આ ઘટાડાને પણ તક બનાવવા અંગે વિચારી રહી છે. સરકારે આ માટે એક આોજન પણ કર્યું છે. એક અખબાર અનુસાર ડીમોનેટાઇઝેશનમાંથી એકત્ર કરાયેલી રકમને નરેન્દ્ર મોદી સરકાર સસ્તી હોમ લોન તરીકે લોકોમાં વહેંચવા અંગે વિચારી રહી છે.

આ સ્કીમ મુદ્દે સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર આ સ્કીમ 2017ના સામાન્ય બજેટ પહેલા જાહેર કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કેઆ વર્ષે સામાન્ય બજેટ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં રજુ કરવામાં આવી શકે છે. આ સ્કીમનું આયોજન નોટબંધીથી આવેલા નાણાનો અહેવાલ આવ્યા બાદ તૈયાર કરામાં આવશે.

સરકાર આ યોજના હેઠળ 50 લાખ સુધીની હોમ લોન 6 થી 7 ટકાના વ્યાદરે આપવાની યોજના બનાવી રહી છે. સસ્તી હોમ લોનની ગીફ્ટ તે લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ હોમ લોન ન લીધી હોય.. તેના દ્વારા સરકારને વધારેમાં વધારે ઘરણ વિહોણા લોકોને ઘર મળે તેવું આયોજન કરવા માંગે છે.

હાલ રિયલ એસ્ટેટમાં ભાવનો જે ફુગાવો આવ્યો હતો તે સામાન્ય થઇ ચુક્યો છે. જેના કારણે આ સ્કીમ આવવાનાં કારણે મંદી સહન કરી રહેલ રીયલ એસ્ટેટમાં પણ થોડી તેજી આવશે. સાથે સાથે દરેક વ્યક્તિ મકાન ખરીદવા માટે પણ સક્ષમ બનશે. અત્રે નોંધનીય છે કે હાલ બેંકો પણ વ્યાજદરોમાં સતત ઘટાડા કરી રહી છે.

You might also like