નોટબંધીએ આર્થિક લૂંટ સમાન છે : રાહુલ ગાંધીનો ચાબખો

અલ્મોડા : ઉતરાખંડના અલ્મોડામાં શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને આર્થિક ધાડ ગણાવતા વડાપ્રધાન મોદી પર પોતાનાં તીખા હૂમલાઓ ચાલુ રાખ્યા હતા. ખાસ વાત છે કે મોદી પર નિશાન સાધવા માટે રાહુલે ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મનાં એક ગીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ગુરૂવારે યુપીનાં બહરાઇચમાં આપેલા ભાષણની જેમ જ કોંગ્રેસ ઉપાધ્યક્ષે અહી પણ પોતાના સંબોધનમાં શેરો – શાયરીનો ઉપયોગ કર્યો. રાહુલ ગાંધીનું લગભગ સંપુર્ણ ભાષણ અહીં નોટબંધી પર જ કેન્દ્રીત રહ્યું હતું. તેમણે કહ્યું, મોદીજી ઇચ્છે છે કે તમારા પૈસા બંકોમાં જાય અને તેના કારણે અમીરોનાં 8 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવે. જેમ અમિતાભ બચ્ચનજી કી ફિલ્મનું એક ગીત હતુ. રામ રામ જપના, ગરીબ કા માલ અપના. અત્રે નોંધનીય છે કે એક સમય હતો જ્યારે બચ્ચ અને ગાંધી પરિવાર ઘણો નજીકનો ગણાતો હતો. હાલ બંન્નેના સંબંધોમાં ખટાશ આવી છે ત્યારે રાહુલે પોતાનાં ભાષણમાં અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કર્યો.

રાહુલે દાવો કર્યો કે મોદીએ કહ્યું હતું કે સ્થિતી 50 દિવસમાં સામાન્ય થઇ જશે. પરંતુ સ્થિતી સામાન્ય થતા 6 મહિના કરતા પણ વધારે સમય લાગે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે નોટબંધીથી પેદા થયેલ હાલતનાં કારણે કથિત રીતે લોકોનાં મોતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

નોટબંધીને આર્થિક લૂંટ જણાવતા રાહુલે કહ્યુ કે, મોદીજીએ મજુરોની મહેનતની કમાણી ઘટાડી, ટ્રાન્સપોર્ટ, પર્યટનના બિઝનેસને નષ્ટ કરી દીધો. ખેડૂત લોન ચુકવી નથી શકતા તેમના ઘર જપ્ત કરી દેવાયા છે અને ઉદ્યોગપતિઓનાં કરોડો રૂપિયાને નોનપર્ફોમિંગ એસેટ્સ જાહેર કરવામાં આવી રહ્યા છે. ગરીબો પાસેથી ખેંચો અને અમીરોને સીંચો પ્રકારે મોદી કામ કરી રહ્યા છે.

You might also like