નોટબંદીઃ 500-1000ની જૂની નોટ જમા કરવા મળશે હજી એક તક

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક લોકોને 500 અને 1000ની જૂની નોટ બેંકોમાં જમા કરવાની અન્ય એક તક આપી શકે છે. જોકે તેના માટે ચોક્કસ રકમની સીમા નક્કી કરવામાં આવશે. 30 ડિસેમ્બરના રોજ જૂની નોટો બેંકમાં જમા કરાવી શકાતી હતી. જ્યારે 31 માર્ચ સુધી રિઝર્વ બેંકમાં જૂની નોટો જમા કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. બેંકિંગ ક્ષેત્રો સાથે જોડાયેલા સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રિઝર્વ બેંકને લોકો તરફથી સતત ફરિયાદ મળી રહી છે. કેટલાક લોકો એવા છે કે જેમની પાસે હજી પણ કેટલીક ગણતરીની જૂની નોટો રહી ગઇ છે. જેને તેઓ બેંકમાં જમા કરાવવા માંગે છે.

રિઝર્વ બેંક વિચારી રહ્યું છે કે જે લોકો વાસ્તવમાં જરૂરિયાત મંદ છે. તેમને એક નિશ્ચિત રકમ માટે એક તક આપવી જોઇએ. આરબીઆઇ કેશનો કકળાટ પણ ઓછો કરવા માંગે છે. બેંક અધિકારીઓ પ્રમાણે આગામી મહિનાના અંત સુધીમાં બેંકો તેમજ એટીએમમાં સાપ્તાહિક રોક્કડ રકમ નિકાળવાની સીમાને પૂર્ણ કરવામાં આવશે. હાલમાં જ RBIએ ATMમાંથી પૈસા નિકાળવાની સીમા 10,000 રૂપિયા કરી દીધી છે. પરંતુ સાપ્તાહિક રકમ નિકાળવાની સીમા સેવિંગ એકાઉન્ટમાં 24,000 રૂપિયા અને કરન્ટમાં 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

http://sambhaavnews.com/

 

You might also like