નોટબંધીના કારણે દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં 30 ટકાનો કડાકો

નવી દિલ્હી : નોટબંધીની અસલી અસર રીયલ એસ્ટેટ સેક્ટર પર મોટા પ્રમાણમાં પડી રહી છે. 6-12 મહીનામાં દેશનાં 42 શહેરોમાં મકાનોની કિંમત 30 ટકા સુધી ઘટી ગઇ છે. 2008 બાદ ડેવલપર્સ દ્વારા બનાવાયેલા હાઉસિંગ પ્રોપર્ટીની કુલ કિંમત 8 લાખ કરોડ રૂપિયા છે. પ્રોઇક્વિટીએ એક નિવેદનમાં કહ્યું કે 500-1000 રૂપિયાની નોટ બંધ થવાની અસર રીયલ એસ્ટેટ માર્કેટ પર પડશે. 8,02,874 કરોડ રૂપિયાની રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટ ખરાબ રીતે પ્રભાવીત થશે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, દેશનાં 42 મોટા શહેરોમાં પ્રોપર્ટીની કિંમત 30 ટકા ઘટવાના કારણે 8 લાખ કરોડના બજારમાં 39, 55,044 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. કુલ મર્કેટ વેલ્યુમાં 2,00,330 કરોડનો સૌથી મોટો ઘટાડો મુંબઇમાં આવશે. ત્યાર બાદ બેંગ્લોરમાં 99,983 કરોડ અને ગુડગાંવમાં 79,059 કરોડનો ઘટાડો આવી શકે છે.

પ્રોઇક્વિટીના સંસ્થાપક અને સીઇઓ સમીર જસૂજાએ કહ્યુ કે, આશા છે કે સેકેન્ડરી માર્કેટ ટ્રાન્જેક્શન (રિસેલ)માં ઘટાડો થશે. પાંચમાંથી માત્ર એક ખરીદદાર હોય છે જે તમામ રકમ ચેકથી અથવા વ્હાઇટ મની દ્વારા આપતો હોય છે. લોકો ઓછામાં ઓછા 20-30 ટકા કેશ આપતા હોય છે, જે હવે શક્ય નથી. કંપની અનુસાર શોર્ટ ટાઇમ માટે આ દુખદાયી જરૂર છે. પરંતુ લાબાગાળે આના કારણે ભારતમાં રીયલ એસ્ટેટ માર્કેટને ફાયદો થશે. પારદર્શિતામાં વધારો થશે.

You might also like