હિલેરી ક્લિંટને અંતિમ ડેમોક્રેટિક પ્રાઇમરીમાં હાસિલ કરી જીત

વોશિંગટન: હિલેરી ક્લિંટને બુધવારે બર્ની સૈંડર્સને માત આપતાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટનીમં ડેમોક્રેટિક ઉમેદવાર બનવાની પોતાની ચળવળમાં પોતાની અંતિમ પ્રાઇમરી જીતી લીધી. આ સાથે જ આગામી નવેમ્બરમાં રિપબ્લિકન પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રંપ સાથે તેમના મુકાબલાનો મંચ પણ તૈયાર થઇ ગયો છે.

અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી અને ન્યૂયોર્કથી પૂર્વ સીનેટર હિલેરી અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાના ઇતિહાસમાં પ્રથમ એવી મહિલા છે જે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોઇ મોટા રાજકીય પક્ષની ઉમેદવાર બનવા જઇ રહી છે. હિલેરીને 78.0 ટકા મત મળ્યા જ્યારે સૈંડર્સને ફક્ત 21.1 ટકા મત પ્રાપ્ત થયા. આ પરિણાણે વ્હાઇટ હાઉસ માટે 68 વર્ષીય હિલેરી અને પોતાના 70મા જન્મદિવસ ઉજવનાર ટ્રંપ વચ્ચે યોજાનાર મુકાબલાનું બ્યૂગલ વગાડી દીધું છે.

હિલેરીએ ટ્વિટ કર્યું ‘અમે વોશિંગટન ડીસીમાં જીત પ્રાપ્ત કરી લીધી. મતદાન કરનાર દરેક મતદારનો આભાર.’ સૈડર્સ અને હિલેરીએ બુધવારે મુલાકાત કરી. સૈડર્સે ઉમેદવાર બનવાની દોડમાંથી પોતાનું નામ પરત લીધું નથી. હિલેરીએ ગત અઠવાડિયે જ ડેમોક્રેટ ઉમેદવાર બનવા માટે જરૂરી ડેલીગેટ્સની સંખ્યા પ્રાપ્ત કરી લીધી હતી, પરંતુ સૈંડર્સે દોડની બહાર થવાની મનાઇ કરી દીધી હતી.

સૈંડર્સના પ્રવક્તા માઇકલ બ્રિગ્સે એક નિવેદનમાં કહ્યું કે ‘સૈંડર્સ અને હિલેરી ક્લિંટને વોશિંગટનમાં મુલાકાત કરી અને તેમણે રાજકીય પ્રક્રિયામાં વધુ લોકોને સામેલ કરવા અને ડોનાલ્ડ ટ્રંપ દ્વારા આપણા દેશમાં પેદા કરવામાં આવેલા ખતરા વિશે સકારાત્મક વાતચીત કરી.

You might also like