કાયદો બન્યો કડક ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નહીં મળે કોઇને પણ લાયસન્સ

નવી દિલ્હીઃ મોટર વ્હીલ્સ એક્ટ લોકસભામાં પાસ થઇ ગયું છે. આ વિધેયક પાસ થવા સાથે હવે ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ નિકાળવા અશક્ય બની રહેશે. એટલે કે હવે પ્રધાનમંત્રી હોય કે સીમ કોઇએ પણ લાયસન્સ નિકાળવા માટે પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે.  માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે બિલમાં વાહન વ્યવહારના નિયમો અને ડ્રાઇવિંગ લાયસન્સ બહાર પાડવા મામલે રાજ્યમાં ઇ ગર્વનર જરૂરી કરવામાં આવ્યાં છે. ગડકરીએ કહ્યું છે કે હવે લોકો ઘરે બેઠા લર્નિગ લાયસન્સ માટે અરજી કરી શકે છે. પરંતુ પાક્કા લાયસન્સ માટે કોમ્પ્યુટર મારફતે પરીક્ષા આપવાની રહેશે. તેમણે કહ્યું કે નેતા, અભિનેતા કે પત્રકાર કોઇ પણ હોય દરેકને પરીક્ષા આપીને લાયન્સ મળશે.

નિયમ પ્રમાણે ટ્રૈકિક રૂલ્સ તોડવા પર લોકો પાસેથી ભારે દંડ વસુલવામાં આવશે. જ્યારે દારૂપીને ગાડી ચલાવનારે પાંચ ગણો દંડ એટલે કે બે હજારની જગ્યાએ 10 હજાર દંડ ભરવાનો રહેશે. ગડકરીએ મોટરયાન સંશોધન બિલ 2016 પર ચર્ચાના જવાબમાં કહ્યું છે કે માર્ગ પરિવહન ક્ષેત્રે ભ્રષ્ટાચારને ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં. મને ખબર છે કે રાજ્યની સીમાઓ પર ટોલટેક્સની સ્થિતિ સદદના વિપક્ષી સદસ્યોના સંશોધનોને નામંજૂર કરવા સાથે બિલને જયઘોષ સાથે બહાર પાડ્યું છે.

http://sambhaavnews.com/

You might also like