લોકતંત્રમાં સેન્સરશિપ હોતી નથીઃ કલ્કિ

કલ્કિ કોચલીને બહુ ઓછા સમયમાં દર્શકો વચ્ચે પોતાની સારી એવી જગ્યા બનાવી લીધી છે. થિયેટર સાથે જોડાયેલી કલ્કિએ મોટા ભાગે પર્ફોર્મન્સ બેઇઝ ફિલ્મો જ કરી છે. બોલ્ડ અને બ્યુટીફુલ કલ્કિ ખૂબ જ જલદી ‘મંત્રા’ ફિલ્મમાં એક દમદાર પાત્રમાં જોવા મળશે. ફિલ્મો પ્રત્યે સેન્સર બોર્ડના વલણ વિશે વાત કરતાં તે કહે છે કે હું તો પહેલાંથી જ કહેતી આવી છું કે અહીં કોઇ સેન્સર બોર્ડ નથી, પરંતુ આ તો સર્ટિફિકેશન બોર્ડ છે, જે એ વાત સર્ટિફાઇડ કરે છે કે કઇ ફિલ્મ કઇ ઉંમરના લોકો જોઇ શકે છે. આ લોકતંત્રમાં સેન્સરશિપ નામની કોઇ વસ્તુ હોતી નથી, કેમ કે તે બોલવાની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકે છે.

સેન્સર બોર્ડે માત્ર એ સર્ટિફાઇડ કરવું જોઇએ કે કઇ ફિલ્મ કઇ ઉંમરના લોકો જોઇ શકે છે. એક વાર તમે તેને એડલ્ટ સર્ટિફિકેટ આપી દીધું તો તે લોકો પર છોડી દેવું જોઇએ કે લોકો શું જોવા ઇચ્છે છે અને શું નહીં. કલ્કિ કહે છે કે ભારત માત્ર હિંદીભાષી દેશ નથી, પરંતુ અહીં દરેક પ્રકારની ભાષાઓ, જેમ કે મરાઠી, ગુજરાતી, મલયાલમ, બંગાળી જેવી ઘણી ભાષાઓ બોલવામાં આવે છે અને દરેક ભાષાનો પોતાનો એક દર્શકવર્ગ હોય છે. હું પર્સનલી મરાઠી ભાષાની મોટી ફેન છું. આ ઇન્ડસ્ટ્રીએ કોર્ટ, સેરાટ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. એ જ રીતે અંગ્રેજી ફિલ્મોનો પણ અહીં દર્શકવર્ગ છે, જેના કારણે હોલિવૂડની ફિલ્મો પણ અહીં સારો બિઝનેસ કરે છે. હું માનું છું કે મારી આ ઇંગ્લિશ ફિલ્મ પણ દર્શકો વચ્ચે સારો બિઝનેસ કરશે.

http://sambhaavnews.com/

You might also like