રાજકપુરની ‘સંગમ’થી થશે રીગલ સિનેમા બંઘ, ઋષિ કપુર થયા ભાવુક

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આવેલું રીગલ સિનેમા આજથી ઈતિહાસ થવા જઈ રહ્યું છે. આજથી સિનેમા હોલનું સિંગલ સ્ક્રિન બંઘ થશે, અને તેનું રીનોવેશન કરવામાં આવશે ત્યાર બાદ અહિંયા મલ્ટીપ્લેક્શ બનશે. 1932માં બનેલું આ થિયેટર દિલ્હીનું સિંગલ સ્ક્રીન થિયેટર છે. રીગલ સિનેમા સાથે શો મેન રાજકપુરનો જુનો સંબંધ છે. રાજકપુર પોતાની ફિલ્મોનો પ્રિમિયર રીગલ સિનેમા માં જ કરાવતા હતા. આ સિનેમા બોલિવુડના શો મેનમી ફિલ્મ સાથે બંધ થશે. આજે અહિંયા રાજકપુરની બે ફિલ્મો બતાવવામાં આવશે. પહેલી ‘મેરા નામ જોકર’ અને બીજી ‘સંગમ’. RK બેનર હેઠળ બનેલી મોટા ભાગની ફિલ્મો અહિં રીલીઝ થઈ છે અને આમાંની ઘણી ફિલ્મોએ સિલ્વર જુબલીનું જશ્ન પણ મનાવેલું છે.

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરે ટ્વીટર પર ભાવુક શબ્દો દ્વારા રીગલને વિદાય આપી. અભિનેતા તરીકે આવેલી ઋષિ કપુરની પહેલી ફિલ્મનું પ્રિમિયર પણ આ સિનેમામાં રાખવામાં આવ્યું હતું.

રીગલનો એક ફોટો ટ્વીટર પર શેર કરતાં ઋષિએ લખ્યું કે દિલ્હીમાં આવેલું રીગલ થિયેટર બંઘ થઈ રહ્યું છે. એક એવું થિયેટર જ્યાં કપુર પરિવારના મોટા ભાગના નાટકો અને સિનેમા પ્રદર્શિત કરવામાં આવ્યા. બોબીનું પ્રિમિયર પણ અહિયા જ થયું… આભાર. મધ્ય દિલ્હીમાં આવેલા આ થિયેટરની ડીઝાઈન વાસ્તુકાર વોલ્ટર સાઈકેસ જ્યોર્જએ બનાવી હતી અને 1932 માં ખોલવામાં આવ્યું હતું. રીગલના માલિક વિશાલ ચૌઘરીના મતે રીગલ સિનેમાઘરની સાથે પૃથ્વીરાજ કપુર અને રાજ કપુરનો જુનો અને ખાસ સબંધ છે. પૃથ્વીરાજ કપુર પોતાના બધા નાટકો અહિંયા ભજવતા અને રાજ કપુરે નક્કી કર્યુ હતું કે તેમની દરેક ફિલ્મોનું પ્રિમિયર અહિંયા થાય.

You might also like