રાજીનામું આપ્યા બાદ પીએમ મોદીને મળ્યા નજીબ જંગ, કર્યા કેટલાક ખુલાસા

નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલના પજથી રાજીનામું આપનાર નજીબ જંગ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. એ પહેલા જંગ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આજ સવારે બ્રેકફાસ્ચ પર રાજ નિવાસમાં મુલાકાત કરી હતી. જંગએ ગુરુવારે અચાનક જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.


જxગ તરફથી પહેલા એવા કોઇ સંકેત આપવામાં આવ્યા નહતા અને એમનો કાર્યકાળ પૂરાથવામાં આશરે બે વર્ષનો સમય હતો. રાજીનામા બાદ પીએમ મોદી અને જંગની મુલાકાત બાદ નવી ચર્ચાઓનો વિષય શરૂ થઇ ગયો છે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હજુ સુધી જંગનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી અને નવી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના પદ પર રહેશે.

નજીબના આ પગલાંથી દરેક લોકાને હેરાન કરી દીધા છે. રાજીનામાં આપવા પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે એ એમના પરિવારને સમય આપવા માંગે છે. સાથે શિક્ષાના ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જંગ વ્યક્તિગત કારણોથી રાજીનામું આપી રહ્યા છે. દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલની વચ્ચે ઘણા મુદા પર અસહમતિ રહી છે.

જંગે કેજરીવાલ સરકારના ઘણા નિયમોને પલટી નાંખ્યા હતા. જંગને યૂપીએ સરકારે જુલાઇ 2013માં દિલ્હી ઉપરાજ્યપાલ બનાવ્યા હતા.

You might also like