સાવધાન! દિલ્હીવાસીઓ શ્વાસમાં પાંચ ગણો બ્લેક કાર્બન લઈ રહ્યા છે

નવી દિલ્હી: દિલ્હીમાં રહેતા લોકો યુરોપીય અને અમેરિકી દેશોની તુલનામાં પાંચ ગણો વધુ બ્લેક કાર્બન લઇ રહ્યા છે. દિલ્હીવાસીઓમાં કારમાં મુસાફરી કરવાની વધતી આદત અા માટે જવાબદાર છે. એટમોસ્ફિયરિક એન્વાયરન્મેન્ટ જર્નલમાં પબ્લિશ એક રિસર્ચ રિપોર્ટમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે.

રિસર્ચમાં એશિયન ટ્રાન્સપોર્ટ માઇક્રો એન્વાયરન્મેન્ટ પર એક રિસર્ચ કરાયું, જેમાં પગપાળા ચાલનારા, કાર ચલાવનારા અને ટુ વ્હિલર જતા લોકોને સામેલ કરાયા છે. આ તમામ પર પ્રદૂષણના ખતરાને લઇ એક રિસર્ચ કરવામાં આવ્યું છે. પરિણામોમાંથી એ વાત સામે આવી છે કે એશિયાઇ દેશોમાં ભીડભાડવાળા રસ્તાઓ પર પગપાળા ચાલતા યુરોપ અને અમેરિકી દેશોની તુલનામાં લોકો ૧.૬ ગણા વધુ ફાઇન પા‌િર્ટકલની ચપેટમાં આવી ગયા છે.

જ્યારે એશિયાના કારચાલક યુરોપીય અને અમેરિકનની સરખામણીમાં નવ ગણું વધુ પ્રદૂષણ સહન કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બીજિંગમાં વર્ષ ર૦૦૦માં ૧પ લાખ કાર હતી, જે ર૦૧૪માં પ૦ લાખ થઇ ગઇ છે.

દિલ્હીમાં ર૦૧૦માં ૪૭ લાખ કાર હતી, જે ર૦૩૦ સુધીમાં વધીને ર કરોડ પ૬ લાખ સુધી થઇ જશે. હોંગકોંગના એક અભ્યાસ અનુસાર નવી દિલ્હીમાં કારથી સરેરાશ બ્લેક કાર્બન યુરોપ અને નોર્થ અમેરિકાની તુલનામાં પાંચ ગણો વધુ છે. બીજી તરફ ડબ્લ્યુએચઓના અેક રિપોર્ટ મુજબ એશિયાના વિકાસશીલ દેશોમાં સમય કરતાં પહેલાં થતાં મૃત્યુમાં ૮૩ ટકા પ્રદૂષિત હવાના લીધે થાય છે.

ગ્લોબલ સેન્ટર ફોર ક્લીન એર રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે એશિયાઇ દેશોમાં પણ શહેરી ક્ષેત્રોની સ્થિતિ વધુ ગંભીર છે. ટ્રાન્સપોર્ટનાં સાધનો પર પણ અલગ અલગ અભ્યાસની જરૂર છે. દિલ્હીમાં કારની વધતી સંખ્યા પ્રદૂષણનું મોટું કારણ છે. આ જ કારણ છે કે ઇપીસીએ વારંવાર પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુધારવાની વાત કરે છે. સાથે-સાથે જૂની ગાડીઓ અને પ્રદૂષણવાળી ગાડીઓ પર સખત પગલાં ભરવાની ભલામણ કરાઇ છે.

You might also like