દિલ્હી દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બની જશે

નવી દિલ્હી: ર૦ર૮ સુધીમાં દિલ્હી દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બની જશે. આ શક્યતા સંયુક્ત રાષ્ટ્રના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં વ્યક્ત કરાઇ છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ર૦પ૦ સુધીમાં ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ બની શકે છે.

દુનિયામાં વધી રહેલી શહેરીકરણની પ્રવૃત્તિ પર સંયુક્ત રાષ્ટ્રે રિપોર્ટ જારી કર્યો છે અને તેમાં કહેવાયું છે કે હાલમાં દુનિયાની પપ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ર૦પ૦ સુધી તેની ટકાવારી વધીને ૬૮ ટકા થવાની શક્યતાઓ છે. જે દેશોમાં શહેરની વસ્તી સૌથી ઝડપી ગતિથી વધશે તેમાં ભારત, ચીન અને નાઇજિરિયા સામેલ છે.

ર૦પ૦ સુધી ભારતની શહેરી વસ્તીમાં ૪૧ કરોડનો વધારો થશે, જ્યારે ચીનમાં વસ્તી રપ કરોડ વધશે અને નાઇજિરિયાનાં શહેરોમાં લગભગ ૧૯ કરોડ લોકો વધશે. વસ્તીની દૃષ્ટિએ હાલમાં જાપાનની રાજધાની ટોકિયો દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. ત્યાં ૩.૭ કરોડ લોકો રહે છે, જ્યારે દિલ્હીમાં ર.૯ કરોડ લોકો રહે છે.

ચીનના શાંઘાઇમાં ર.૬ કરોડ લોકો રહે છે. મિસરની રાજધાની કાયરો, મુંબઇ, બીજિંગ અને ઢાકામાં બે-બે કરોડ લોકો રહે છે.  રિપોર્ટમાં કહેવાયું છે કે ર૦ર૦ બાદ ટોકિયોની વસ્તી ઘટશે, જ્યારે દિલ્હીમાં વસ્તી વધશે. ર૦ર૮માં દિલ્હી આગળ નીકળી જશે. ભારતમાં ગ્રામીણ વસ્તી સૌથી વધુ છે, જ્યારે ચીન આ બાબતમાં બીજા સ્થાને છે.

You might also like