ક્યારે ખાતામાં આવશે 15 લાખ? RTIના જવાબમાં સામે આવી હકીકત

દિલ્હી: PM મોદીએ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન 15 લાખ રૂપિયા લોકોના ખાતામાં જમા કરાવવાના લોકોને વાયદા આપ્યા હતા. ત્યારે PM મોદીના આ વાયદા પર માગવામાં આવેલા જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જવાબ આપ્યો છે.

આપને જણાવી દઇએ કે,આરટીઆઈના આવેદ્ક મોહન કુમાર શર્માએ નોટબંધીના લગભગ 18 દિવસ પછી એટલેકે 26 મી નવેમ્બર,2016 ના રોજ જાણકારી માંગી હતી કે,પી.એમ.મોદીએ દરેક નાગરિકોના એકાઉન્ટમાં 15 લાખ રૃપિયા જમા કરની ઘોષણા કરી હતી તે પૈસા ક્યારે જમા થશે? સુનાવણી દરમિયાન મુખ્ય માહિતી કમિશ્નર આર.કે. મથુરને જણાવ્યું હતું કે, તેમને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) અને રિઝર્વ બેન્ક દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે,મોહન કુમાર શર્મા નામના એક RTI એક્ટિવિસ્ટે PMO માં RTI કરતા લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે જમા થશે તેની તારીખ જણાવવા માટે કહ્યું હતું.પરંતુ PMO અને RBI દ્વારા તેની RTIનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. જે બાદ મોહન કુમારે CICમાં ફરિયાદ કરી હતી. જે બાદ CICના આદેશ પર PMOએ એવો જવાબ આપ્યો કે, PM મોદીના વચનો પર માહિતી ન હોવાથી જવાબ આપી શકાય નહીં.

You might also like