દિલ્હી યુનિ.ના વિદ્યાર્થીને રૂ.૧.૦ર કરોડનું જંગી પેકેજ

નવી દિલ્હી ઃ દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એફએમએસ)ના એક વિદ્યાર્થીને એક આંતરરાષ્ટ્રીય કંપનીએ રૂ.૧.૦ર કરોડના પેકેજની ઓફર કરી છે.

દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસમાં આ સૌથી વધુ રકમનું જંગી પેકેજ હોવાનું જણાવાઇ રહ્યું છે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં આ સૌથી મોટું ડોમેસ્ટિક સેલેરી પેકેજ છે. આ વર્ષે એફએમએસમાં ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થયું છે. આ વર્ષનું સરેરાશ સેલેરી પેકેજ ર૦.પ લાખ છે. જેમાં ગઇ સાલની તુલનાએ ર૦ ટકાનો વધારો નોંધાયો છે.
દિલ્હી યુનિવર્સિટીની મેનેજમેન્ટ બ્રાન્ચમાં એક આંતરરાષ્ટ્રીય કંપની તરફથી રૂ.૧.૦ર કરોડના પેકેજની સમગ્ર શૈક્ષણિક વર્તુુળોમાં ચર્ચા ચાલી રહી છે.

You might also like