પીએમ મોદીની ડિગ્રી: પ્રાઇવેસીનો મામલો ગણાવી ડીયૂએ આપ્યો નહી RTI નો જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો મામલો ફરી એકવાર ગરમાયો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના એક વકીલે દિલ્હી યૂનિવર્સિટી પાસે આરટીઆઇના માધ્યમથી પીએમ મોદીની ડિગ્રીની માહિતી માંગી હતી. યૂનિવર્સિટીએ જાણકારી આપવાની મનાઇ કરી દીધી.

ડીયૂએ બીજી વાર નકારી કાઢી આરટીઆઇ
આરટીઆઇ કરનાર ઇરશાદ નામના વકીલે આ વિશે કહ્યું કે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માટે આરટીઆઇ કરી હતી. પહેલી અરજી તો પોસ્ટલ ઓર્ડરના લીધે રિજેક્ટ કરવામાં આવી હતી. તો બીજી વખત જવાબ આપવામાં આવ્યો. અમને કહેવામાં આવ્યું કે પ્રાઇવેસીના નિયમો હેઠળ જવાબ આપવામાં આવતો નથી.

વડાપ્રધાનની ડિગ્રીનો મહત્વપૂર્ણ પ્રશ્ન
તેમણે કહ્યું કે આ દેશના વડાપ્રધાનની ડિગ્રીનો સવાલ છે. દેશની જનતાને જાણવું છે કે વડાપ્રધાનની ડિગ્રી શું છે. સીઆઇસીએ પણ ઓર્ડર કર્યો છે. અમે તેમનું એડમિશન લેતી વખતે જે ડોક્યૂમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતા, તેમની ડિટેલ્સ માંગી. ફીની રસીદ માંગી. તેમના હેડરાઇટિંગ સાથે જોડાયેલા કાગળો માંગ્યા, પરંતુ કોઇ પણ જવબ આપવામાં આવ્યો નહી.

પ્રાઇવેસીના નિયમો હેઠળ મળ્યો નહી જવાબ
ઇરશાદે કહ્યું કે જ્યારે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંયોજક અરવિંદ કેજરીવાલની ડિગ્રી પર જવાબ મળી શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર જવાબ કેમ મળી રહ્યો નથી. ડીયૂએ આરટીઆઇ અને કેન્દ્ર સરકારના નિયમોનો હવાલો આપતાં માંગવામાં આવેલી જાણકારીથી મનાઇ કરી દીધી છે.

ભાજપે એકવાર જવાબ આપી દીધો છે
બીજી તરફ ભાજપના રાજ્યસભાના સભ્ય વિજય ગોયલે આ વિશે કહેવામાં આવ્યું કે કેટલાક લોકોની પાસે કોઇ કામ નથી. તે વારંવાર પીએમની ડિગ્રી માંગવા લાગે છે. જ્યાએ એકવાર જવાબ આપવામાં આવ્યો છે. તો આ વાતથી આગળ વધવું જોઇએ. કેટલાક લોકો ફક્ત રાજકારણના લીધે આ બધુ કરી રહ્યાં છે. વડાપ્રધાનના કામોની ચર્ચા દરેક જગ્યાએ છે.

You might also like