દિલ્હી ટેસ્ટઃ બાળકો માટે ટિકિટનો દર ફક્ત રૂ. ૧૦

નવી દિલ્હી: ત્રીજી ડિસેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થનારી ચોથી અને છેલ્લી ટેસ્ટ માટેની ફિરોજશા કોટલા સ્ટેડિયમની ટિકિટોના સંદર્ભમાં જસ્ટિસ (નિવૃત્ત) મુકુલ મુદગલે આપેલી સૂચના મુજબ સ્કૂલનાં બાળકો માટે રોજની પ્રત્યેક ટિકિટનો ભાવ ૧૦ રૂપિયા અને જાહેર જનતા માટેની રોજની દરેક ટિકિટનો ભાવ ૧૦૦ રૂપિયા રાખવામાં આવશે.

જાહેર જનતાની સિઝન ટિકિટના ૫૦૦ રૂપિયા રહેશે, જ્યારે કોર્પોરેટ બૉક્સની એક દિવસની ટિકિટનો ભાવ ૧૦૦૦ રૂપિયા રહેશે. ગરીબ બાળકોને સ્ટેડિયમમાં કદાચ મફત પ્રવેશ મળશે.

You might also like