દિલ્હીમાં આતંકી હુમલા માટે પાક.માં કન્ટ્રોલ રૂમ ઊભો કરાયો હતો

નવી દિલ્હી: ગઈ સાલ ડિસેમ્બરમાં દિલ્હી પર આતંકી હુમલો કરવાની સાજિશ રચવામાં આવી હતી. બે આતંકીઓ અબ્દુલ કાદરી અને અહમદ દુરાની દિલ્હીમાં ઘૂસી ગયા હતા, પરંતુ હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવેલ બોમ્બ (આઈઈડી) લીક થઈને ફાટતાં આતંકીઓ ગભરાઈ ગયા હતા અને દિલ્હીથી કાબુલ ફરાર થઈ ગયા હતા અને આ રીતે આ હુમલો ટાળી શકાયો હતો. ખાસ વાત એ છે કે આ બંને આતંકીઓ દિલ્હીથી ફરાર થવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક બીજા કેસમાં અફઘાનિસ્તારન સુરક્ષા સંસ્થાએ તેમને ઝડપી લીધા હતા.
ડિસેમ્બર ૨૦૧૫માં ઈન્ડિયન સિક્યોરિટી એજન્સીઓ અલ કાયદાના એક મોડ્યુલને ખતમ કરવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન જૈશ એ મહંમદના બે આતંકી દિલ્હી પર હુમલો કરવાની સાજિશ રચી રહ્યા હતા. ભારતમાં ઘૂસવા માટે એક આતંકીએ સ્વયંને દર્દી અને બીજાએ તેના એટેન્ડન્ટ તરીકે પોતાની ઓળખ આપી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે દિલ્હી પોલીસે મેડિકલ આસિસ્ટન્સ તરીકે તેમના વેરિફિકેશન તૈયાર કરી દીધું હતું. આતંકીઓએ લાજપતનગરની એક ઈમારતમાં મકાન ભાડે લીધું હતું. તેમણે છ બોમ્બ (આઈઈડી) બનાવ્યા હતા. આતંકી ચાર સ્થળો પર હુમલો કરવાના હતા. આ માટે પાકિસ્તાનમાં એક કન્ટ્રોલ રૂમ પણ ઊભો કરાયો હતો.
આ સાજિશને અંજામ આપવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં કંટ્રોલ રૂમ ઊભો કરાયો હતો, પરંતુ હુમલાના પહેલા છમાંથી એક આઈઈડી લીક થઈને ફાટતાં તેના કારણે ધુમાડો થયો હતો અને આતંકીઓ ગભરાઈને તેમને બનાવેલા બોમ્બ ટોઈલેટમાં વહેવડાવી દીધા હતા અને કાબુલ નાસી ગયા હતા અને આ રીતે દિલ્હી પર એક મોટો આતંકી હુમલો ટળી ગયો હતો.

You might also like