દિલ્હીઃ સ્મોગથી રાહત વચ્ચે ૮૦ ટ્રેન પર અસર

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સ્મોગમાંથી રાહત મળી રહી નથી, પરંતુ છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં અાજે સ્મોગમાં થોડો ઘટાડો જોવા મળ્યો, જોકે સ્વચ્છ હવામાં શ્વાસ લેવામાં હજુ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસથી અાકાશમાં સ્મોગની ચાદર બની ગઈ છે, તેના કારણે લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે.

મોસમ વિભાગે પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી કે દિલ્હીમાં ૧૦ નવેમ્બર સુધી જ સ્મોગ દેખાશે. વિઝિબિલિટીની વાત કરીઅે તો અાજે બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી છે. સ્મોગના કારણે લોકોને થોડી વધુ તકલીફ થઈ રહી છે.

સ્મોગના લીધે અત્યાર સુધી લોકોને અાંખો બળવાની અને શ્વાસ લેવાની તકલીફ થઈ રહી હતી, તેમાંથી અાજે થોડી રાહત મળી છે. મોસમ વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં વરસાદ પડી શકે છે. જો વરસાદ પડશે તો પ્રદૂષણ ખાસ્સું ઘટી જશે. દિલ્હીમાં પ્રદૂષણને જોતાં પાણીનો છંટકાવ પણ કરવામાં અાવી રહ્યો છે.

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એવું જ છે. પીએમ ર.પ અને પીએમ ૧૦ની વાત કરવામાં અાવે તો હજુ પણ તેનું લેવલ ૫૦૦ સુધી પહોંચેલું છે, જે અત્યંત ખતરનાક પરિસ્થિતિ છે, જોકે હવે સ્મોગમાંથી રાહત મળી રહી છે, પરંતુ જ્યાં સુધી પીએમ ર.પ અને પીએમ ૧૦નું લેવલ ઘટશે નહીં ત્યાં સુધી અા એક મોટી સમસ્યા છે. લોધી રોડ અાશ્રમની વાત કરીઅે તો અહીં હજુ પણ પીએમ ર.પ અને ૧૦નું લેવલ ૫૦૦થી ૬૦૦ સુધી બનેલું છે.

વાહનવ્યવહાર પર અસર
સ્મોગની અસર વાહનવ્યવહાર પર પડી રહી છે. અાજે સ્મોગના કારણે ઘણી બધી ટ્રેન પ્રભાવિત થઈ છે. નવી દિલ્હીમાં ૬૪ ટ્રેન લેટ છે. ૧૪ ગાડીઅોના સમયમાં બદલાવ કરાયો છે, બે ટ્રેન કેન્સલ કરી દેવાઈ છે.

અોડ-ઇવન પર અાજે સુનાવણી
પોલ્યુશનને લઈ અાજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુનાવણી કરશે. શુક્રવારે એનજીટીઅે કહ્યું હતું કે દિલ્હી સરકાર અોડ-ઇવન ફોર્મ્યુલા અા રીતે લાગુ ન કરી શકે. દિલ્હી સરકાર સાબિત કરે કે અોડ-ઇવન સ્કીમથી પોલ્યુશન ઘટશે, નહીં તો અમે તેની પર પ્રતિબંધ મૂકીશું. દિલ્હી સરકારે રોજિંદી સફર કરનાર લોકો માટે ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મફત યાત્રાની જાહેરાત કરી છે. એનજીટીઅે કહ્યું કે પરિસ્થિતિ થોડી સુધરી રહી છે ત્યારે સરકાર અોડ-ઇવન લાગુ કરવાની કોશિશ કરી રહી છે. જો તે ઇચ્છત તો થોડા સમય પહેલાં તે લાગુ કરી શકી હોત.

You might also like