દિલ્હીમાં નહેરુ પ્લેસ મેટ્રો સ્ટેશન નજીક એન્કાઉન્ટરઃ કુખ્યાત અકબર ઝડપાયો

નવી દિલ્હી: પાટનગર નવી દિલ્હીમાં આજે સવારે નહેરુ પેલેસ મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગના અવાજ સંભળાતાં લોકો વચ્ચે ભારે અફરાતફરી મચી ગઈ હતી. વાસ્તવમાં નહેરુ પ્લેસ મેટ્રો સ્ટેશન પાસે આજે દિલ્હી પોલીસ અને અસમાજિક તત્ત્વો સામે એન્કાઉન્ટર થયા બાદ પોલીસને એક બદમાશને ઝડપવામાં સફળતા મળી હતી અને એક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બદમાશો અને પોલીસ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બંને પક્ષ તરફથી ગોળીબારના ૧૩ રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં જેના માથે રૂ. ૨૫,૦૦૦નું ઈનામ હતું એવા અકબર ઉર્ફે દાનિશને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. દિલ્હીના સાઉથ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ સ્થિત નહેરુ પ્લેસમાં અકબર ઉર્ફે દાનિશ અને આસિફ નામના બે બદમાશો છુપાયા હોવાની બાતમી પોલીસને મળી હતી અને ત્યાર બાદ પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અકબર અને આશિફને પોતે ચોમેરથી ઘેરાઈ ગયા છે એવું લાગતા તેમણે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને તેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ પોલીસને અકબર ઉર્ફે દાનિશની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. જ્યારે આસિફ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે અકબર પર રૂ. ૫૦,૦૦૦નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ અથડામણમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને એવી શંકા હતી કે આ બંને બદમાશો પર શસ્ત્રો હોઈ શકે છે, પરિણામે પોલીસકર્મીઓ બુલેટ પ્રૂફ જાકીટ પહેરીને તેમને દબોચવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટર પર બદમાશોએ છોડેલી ગોળીઓ પોલીસકર્મીના જેકેટ પર લાગતા તેઓ બચી ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like