દિલ્હી: કડકડતી ઠંડીના લીધે 23મી સુધી સ્કૂલો બંધ

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં કડકડતી ઠંડીના લીધે દિલ્હી સરકારે સરકારી સ્કૂલોની પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ખાનગી સ્કૂલોને કહેવામાં આવ્યું છે કે તે સ્કૂલના સમયમાં ફેરફાર કરે જ્યારે સરકારી સ્કૂલોને જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે કે તે પોતાના સામાન્ય સમયથી એક કલાક મોડી શરૂ કરે.

શિક્ષા નિર્દેશાલએ સ્કૂલોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે હવામાનની આ ભવિષ્યવાણીને જોતાં આગામી સમયમાં પારો વધુ નીચે ગગડી શકે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રાઇમરી ક્લાસ (કેજી થી ધોરણ પાંચ) 21 થી 23 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

નિર્દેશાલયે કહ્યું કે સરકારી સ્કૂલોમાં સરકાળી પાળી અને સામાન્ય પાળીને પોતાના સામાન્ય સમયથી એક કલાક મોડી શરૂ કરવામાં આવે અને આ પ્રકારે સાંજની પાળીની એક કલાક વહેલા ખતમ કરવામાં આવશે. ખાનગી અને અર્ધ સરકારી સ્કૂલોને સલાહ આપવામાં આવી છે કે તે પોતાના સમયમાં  તેના અનુસાર ફેરફાર કરે.

ઠંડીના લીધે નોઈડા અને ગાજિયાબાદ વહિવટીતંત્રએ સ્કૂલોને બે દિવસ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સ્કૂલોને અકાદમિક પ્રક્રિયાને નુકસાન થઇ શકે છે કારણ કે ઓડ-ઇવન પરીક્ષણના લીધે આ મહિનાની શરૂઆતમાં સ્કૂલોને 15 દિવસથી વધુ માટે બંધ કરવામાં આવે હત્તી. આ ઉપરાંત સરકારે સ્કૂલોને નિર્દેશ આપવામાં આવા છે કે તે અકાદમિક વર્ષમાં ન્યૂનતમ 222 દિવસ કામ કરે. બીજી તરફ બિહારમાં પણ પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોને 23 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

You might also like