દિલ્હીમાં ધૂળ અને આંધીનો કહેરઃ પ્રદૂષણ ખતરનાક સ્તરે

નવી દિલ્હી: રાજસ્થાનમાં ફુંકાઇ રહેલી ઝંઝાવાતી ધૂળભરી આંધી દિલ્હી પહોંચતાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે પહોંચી ગયું છે અને દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ધૂળ અને આંધીના કારણે દિવસે પણ સૂર્ય ધૂંધળો દેખાઇ રહ્યો છે. દિલ્હીના સીમાડે આવેલ નોઇડામાં સ્થિતિ ઘણી ખરાબ છે. નોઇડામાં પીએમ-૧૦નું સ્તર ૧૧૩પ માઇક્રાે ગ્રામ પ્રતિ ઘન મીટર અને પીએમ-ર.પનું સ્તર ૪૪૪ પર પહોંચી ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી ધૂળના ગોટેગોટા અને આંધી દિલ્હી પર છવાયેલ રહેશે. આંધીના કારણે હવાની ગુણવત્તા ખતરનાક સ્તરથી પણ નીચે ચાલી ગઇ છે. દિલ્હીમાં પીએમ-૧૦નું સ્તર ૯૮૧, પીએમ-ર.પનું સ્તર ર૦૦, ગાઝિયાબાદમાં પીએમ-૧૦નંુ સ્તર ૯રર અને પીએમ-ર.પનું સ્તર ૪પ૮ છે.

હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં હવામાન ખરાબ થવાનું કારણ ઇરાન અને દ‌િક્ષણ અફઘાનિસ્તાન તરફથી રાજસ્થાન થઇને આવી રહેલી ધૂળભરી આંધી છે. આગામી ત્રણ દિવસમાં સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારો ધૂળિયા બની રહેશે. હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે ૧૬ જૂન બાદ દિલ્હીવાસીઓને ગરમી અને ધૂળની આંધીમાંથી રાહત મળી શકશે.

દિલ્હીના મુખ્ય સચિવે આ સંદર્ભમાં તમામ એજન્સીઓને જરૂરી દિશા- નિર્દેશ જારી કર્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ સ્થિતિ સાથે કામ લેવા સંબંધિત વિભાગની ઇમર્જન્સી બેઠક બોલાવીને વાયુ પ્રદૂષણ વિરોધી પગલાં લેવા સૂચના આપી છે.

ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટઃ આજે વરસાદ-આંધીની ચેતવણી ઉત્તરાખંડમાં ૧૪ અને ૧પ જૂનના રોજ ભારે વરસાદ થવાના નિર્દેશને ધ્યાનમાં લઇને ઓરેન્જ એલર્ટ જારી કરાઈ છે. દહેરાદૂન, પૌડી, નૈનિતાલ અને ઉધમસિંહનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તમામ ઇમર્જન્સી ટીમને તૈયાર રહેવા એલર્ટ જારી કરાયું છે.

ઉત્તર પ્રદેશમાં આંધી-વરસાદનો કહેરઃ ૧રનાં મોત
ઉત્તર પ્રદેશમાં બુધવારે સાંજે આવેલ ઝંઝાવાતી આંધી, વરસાદ અને વીજળી પડવાથી અલગ અલગ જિલ્લામાં ૧રનાં મોત થયાં છે, જ્યારે અન્ય કેટલાય ઘાયલ થયા છે. રાજ્યના સીતાપુર, ફૈઝાબાદ, ચિત્રકૂટ, ગાંેડા, હરદોઇ, કૌશામ્બી અને કનૌજ જિલ્લામાં આંધી અને વરસાદે કહેર વર્તાવ્યો છે. અવધમાં સાતનાં મોત થયાં હતાં.

You might also like