દિલ્હી પોલીસે યુપીમાં એન્કાઉન્ટર કરીને અપહૃત બાળકને છોડાવ્યું

નવી દિલ્હી: ગયા મહિને ૨૫ જાન્યુઆરીના રોજ અપહરણ કરાયેલ પાંચ વર્ષના એક બાળકને દિલ્હી પોલીસને છોડાવવામાં સફળતા મળી છે. દિલ્હી પોલીસે અપહરણ કરનાર ગેંગની શોધખોળ દરમિયાન એક એન્કાઉન્ટરમાં એક અપહરણકારને ઢાળી દીધો હતો. અપહૃત થયેલ બાળકનું નામ વિહાન છે. અહેવાલો અનુસાર સોમવારે મધરાતે દિલ્હી પોલીસે ગા‌િઝયાબાદના શાહીદાબાદમાં એન્કાઉન્ટર દરમિયાન અપહરણકાર રવિને ઠાર માર્યો હતો. જ્યારે તેના બે સાગરીત પંકજ અને નીતિન આ અથડામણમાં ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર અપહરણ બાદ બદમાશોએ બાળકને શાલીમાર ગાર્ડન સ્થિત એક એપાર્ટમેન્ટમાં છુપાવી રાખ્યો હતો. ઈન્ટેલિજન્સ વિભાગની બાતમીના આધારે પોલીસે સોમવારે મધરાતે તેમના આ અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આથી અપહરણકારોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ વચ્ચે ઘેરાઈ ગયેલા અપહરણકારોએ ફરીથી બાળકને નિશાન બનાવવાની કોશિશ કરી હતી, જેના જવાબમાં પોલીસે તેના પર ગોળી ચલાવીને અપહરણ કાર રવિને ઠાર માર્યો હતો.

વિહાનના દાદાના જણાવ્યા અનુસાર તેમને રાત્રે ૧.૦૦ વાગ્યે એવી માહિતી મળી હતી કે તેમનું બાળક સુરક્ષિત મળી આવ્યું છે. ત્યાર બાદ અમે લોકો જીટીબીનગર પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં અમને બાળક સોંપી દેવામાં આવ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકને આરામની જરૂર છે.

સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચના સીપી આર. પી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં રવિ નામના અપહરણકારનું મોત થયું છે અને અન્ય બે અપહરણકારની ધરપકડ કરવામાં આવી છે. આમ, ૧૨ દિવસની જહેમત બાદ પોલીસને અપહરણકારોનું લોકેશન જાણવા મળ્યું હતું અને તેના આધારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે સોમવારે મધરાતે ૧.૦૦ વાગ્યે ત્યાં ત્રાટકીને અપહૃત બાળકને સુરક્ષિત છોડાવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર વિનય ત્યાગીના બુલેટપ્રૂફ જેકેટમાં પણ એક ગોળી વાગી હતી.

divyesh

Share
Published by
divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

4 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

5 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

5 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

5 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

5 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

5 hours ago