દિલ્હીમાં કરાઇ કડક કાર્યવાહી, 1500 કિલોથી વધુ ફટાકડાઓ જપ્ત અને 87ની ધરપકડ

દિલ્હી-એનસીઆરમાં સુપ્રિમ કોર્ટનાં આદેશની બરાબર મજાક ઉડાવી છે. લોકોએ દિવાળીની રાતે બરાબર જામીને ફટાકડા ફોડ્યાં છે. અનેક જગ્યાઓથી મળેલી ફરિયાદ પર દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 140 કિ.ગ્રા. ફટાકડાઓ જપ્ત કર્યા અને 57 મામલાઓ દાખલ કર્યા છે. આ સિવાય, 200 કિ.ગ્રા ફટાકડા દ્વારકામાં જપ્ત કર્યા અને 42 મામલા દાખલ કર્યાં. ત્યાં જ દક્ષિણ પૂર્વ દિલ્હીમાં 228 કિલો ફટાકડા જપ્ત કરવાની સાથે સાથે 23 પર એફઆઇઆર થઇ અને 17 લોકોની ધરપકડ કરી. ઉત્તરી દિલ્હીમાં 72 કિ.ગ્રા. ફટાકડા જપ્ત કર્યાની સાથે 14 લોકોની ધરપકડ કરી લીધી છે.

ત્યાં ઉત્તરી જિલ્લાનાં ડેપ્યુટી કમિશ્નરે જાણકારી આપી કે આ દિવાળી પર એક્સપ્લોસિવ એક્ટ અંતર્ત 72 એફઆઇઆર દાખલ કરી અને 87 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 1705 કિલો નોન-ગ્રીન ફટાકડા અને નોન સર્ટિફાઇડ ફટાકડા જપ્ત કરી લેવાયાં.

તેઓએ જાણકારી આપી કે સુપ્રિમ કોર્ટે ફટાકડા ફોડવા માટે રાત્રીનાં 8થી 10 કલાક સુધીનો સમય નક્કી કર્યો હતો પરંતુ કોઇ જ માન્યુ નહીં. એ જ કારણ છે કે સુપ્રિમ કોર્ટનો ઓર્ડર ન માનવા માટે 562 એફઆઇઆર દાખલ કરવામાં આવી અને 323 લોકોની ધરપકડ કરી લેવામાં આવી.

દિલ્હી ફાયર સર્વિસેઝનાં નિર્દેશને જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટ તરફથીબે કલાક ફટાકડા સળગાવવાનો આદેશ ક્યાંય પણ પ્રભાવમાં જોવા ના મળ્યો. અનેક જગ્યાઓ પર સવાર સુધી ફટાકડા પ્રગટાવવામાં આવ્યો. આ વર્ષે દિવાળી પર અમને ગયા વર્ષની તુલનામાં વધારે ફોન કોલ આવ્યાં. દિવાળીની રાત્રે અમે અંદાજે 271 કોલ રિસીવ આવ્યાં. જેમાં 8 કલાકેથી 12 કલાકની વચ્ચે 125 કોલ, 6 કલાકનાં સાંજથી 6 કલાકનાં સવાર સુધી 226 કોલ આવ્યાં.

You might also like