બિહારમાં શ્નીરામની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ તોફાન

પટના : રામનવમીનાં પ્રસંગે રાજ્યનાં મંદિરોમાં ભીડ ઉમટી રહી છે. શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન ગોપાલગંજ તથા સિવાનમાં ચાર સ્થળો પર બે જુથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થઇ ગયા. ગોપાલકંજમાં હિંસક ભીડે લગભગ અડધો ડઝન બાઇકો સળગાવી દીધા હતા. બીજી તરફ રાજધાની પટનાનાં મહાવીર મંદિરમાં ભગવાનનાં દર્શન માટેની ભીડમાં ભાગદોડ થઇ હતી. આ ભાગદોડમાં બે ત્રણ ભક્તો ઘાયલ થઇ ગયા હતા.

જાણકારી અનુસાર રામનવમીએ નિકળી હતી. ભગવાન શ્રીરામની શોભાયાત્રા દરમિયાન ગોપાલગંજ તથા મીરગંજ નગરમાં બે જુથનાં લોકો સામસામે આવી ગયા હતા. બંન્ને સ્થલો પર શોભાયાત્રા પર પથ્થરમારાથી વાતાવરણ બગડ્યું હતું. જો કે પરિસ્થિતી વણસતી જોઇ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોપાલગંજમા ગુરૂવારે ભગવાન શ્રીરામની જયકાર સાથે શોભાયાત્રા નિકળી હતી. યાત્રામાં રહેલા યુવાનો બાઇક પર દરગાદ વિસ્તારમાં જયકાર કરતા પસાર થઇ રહ્યા હતા.

જ્યારે શોભાયાત્રા નિકળી તો અચાનક જ પથ્થરમારો ચાલુ થઇ ગયો હતો. શોભાયાત્રામાં રહેલા અમુક યુવકોને ખુબ જ માર મારવામાં આવ્યો. જેનાં કારણે તણાવ વધી ગયો. શોભાયાત્રામાં રહેલા યુવકો પાછા મોટા પ્રમાણમાં ઘટનાં સ્થળે પહોંચ્યા અને તોડફોડ ચાલુ કરી દીધી હતી. ત્યારે બીજા પક્ષનાં લોકો પણ મોટા પ્રમાણમાં આવી ગયા જેનાં કારણે તણાવ વધી ગયો હતો. પોલીસે બળ પ્રયોગ કરીને બંન્ને પક્ષનાં લોકોને ભગાડ્યા હતા. જો કે થોડા થોડા સમયે છમકલા ચાલુ રહ્યા હતા. જેથી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

You might also like