સુનંદા પુષ્કર મોત મામલે રજૂ કરાઇ ચાર્જશીટ, શશિ થરૂર શંકાસ્પદ આરોપી

સુનંદા પુષ્કર મોત મામલે આજે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નાખી છે. જાણકારીનાં જણાવ્યા અનુસાર, પોલીસે કલમ 306 અને 498A અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

પોલીસની ચાર્જશીટ દાખલ કરાયા બાદ કોર્ટે આ મામલાની સુનાવણીને 24મેં સુધી ટાળી દીધી છે. તમને જણાવી દઇએ કે છેલ્લી સુનાવણીમાં ગૃહ મંત્રાલયે પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે થોડોક સમય માંગ્યો હતો.

પોલીસે પોતાની ચાર્જશીટમાં શશિ થરૂર પર પત્નીને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપી બનાવેલ છે. આ કેસમાં એક માત્ર શશિ થરૂરને જ આરોપી બનાવવામાં આવેલ છે.

ત્રણ હજાર પેજની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે શશિ થરૂર પર પોતાની પત્ની સુનંદા પર ક્રૂરતા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પોતાની ચાર્જશીટ મેટ્રોપોલિટન જજ ધર્મેન્દ્રસિંહની સામે રજૂ કરેલ છે.

પોલીસે કોર્ટમાં અરજી પણ લગાવેલ છે કે તેઓએ શશિ થરૂરને આરોપીની જેમ જ સરખાવવામાં આવે. તમને જણાવી દઇએ કે સુનંદા પુષ્કર દિલ્હીની એક હોટેલમાં 17 જાન્યુઆરી 2014નાં રોજ મૃત હાલતમાં મળી આવી હતી.

કોંગ્રેસ સાંસદ થરૂરને પોલીસે આઇપીસીની કલમ 498A અને 306 અંતર્ગત આરોપી બનાવેલ છે. સુનંદા પુષ્કર મોત મામલે આરોપી બનાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ અને સુનંદાનાં પતિ શશિ થરૂરે આ મામલે ટ્વિટ કરીને પોતાનું રિએક્શન આપેલ છે. તેઓએ કહ્યું કે,”હું હાસ્યાસ્પદ ચાર્જશીટને જોઇ ચૂકેલ છું અને આની વિરૂદ્ધ પૂર્ણ તાકાત લગાવીને લડીશ.”

તેઓએ લખ્યું છે કે,”કોઇ પણ કે જે સુનંદાને ઓળખે છે તે આવો વિશ્વાસ નહીં કરી શકે કે સુનંદા ક્યારેય પણ સુસાઇડ કરશે તો એટલાં માટે ઉકસાવવાનું કામ મારા પર છોડી દેવામાં આવ્યું. કદાચ 4 વર્ષ બાદ આ જ નિર્ણય આવવાનો હતો તો આ દિલ્હી પોલીસનાં કામ કરવા પર અને મોટિવેશન પર પણ સવાલ ઉભો કરે છે.

You might also like